Banaskantha News/ પાલનપુરમાં મલાણા ગ્રામ પંચાયતનની બે મહિલા સભ્યના પતિ લાંચ લેતા ઝડપાયા

બે લાખની લાંચ માંગવા બદલ બે મહિલા સભ્યો સામે પણ ગુનો નોંધ્યો

Top Stories Gujarat Breaking News

Banaskantha News ; આ કેસમાં ફરિયાદીના માતા સરપંચ છે અને તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલી છે. જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે પંચાયતના બે સભ્યો તથા તેમના પતિઓએ સાથે મળી ફરીયાદી પાસે રૂપિયા બે લાખની લાચની માંગણી કરવામાં આવી હતી.

જેમાં મલાણા ગ્રામ પંચાયતના સભ્ય જામાબેન એમ.મકવાણા, સભ્ય નયનાબેન આર.પ્રજાપતિ, જામાબેનના પતિ મુકેશ મકવાણા અને નયનાબેનના પતિ રમેશ આર.પ્રજાપતિનો સમાવેશ થાય છે. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોવાથી, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મકેશ મકવાણા તથા રમેશ પ્રજાપતિએ ફરિયાદી સાથે પાલનપુર આબુ હાઈવે હોટેસલ સહારા ખાતે વાતચીત કરી રૂ. 2,00,000 લાંચની રકમ સ્વીકારી પકડાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૈદિક મંત્રોચ્ચાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો શુભારંભ

આ પણ વાંચો: બ્રહ્મ સમાજના બિઝેનેસ સમિટનો પ્રારંભ, સીએમ રૂપાણીએ કર્યું ઉદઘાટન

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો દાવો, બ્રાહ્મણોએ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો