Political/ 21 વર્ષ સુધી TMC માં રહેવા બદલ હુ શરમ અનુભવુ છુ : શુભેન્દુ અધિકારી

તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદથી શુભેન્દુ અધિકારી આક્રમક વલણ અપનાવી રહ્યા છે. હવે ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે, તેઓ શરમ અનુભવે છે કે તેઓ છેલ્લા 21 વર્ષથી ટીએમસી સાથે હતા….

India
zzas 186 21 વર્ષ સુધી TMC માં રહેવા બદલ હુ શરમ અનુભવુ છુ : શુભેન્દુ અધિકારી

તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદથી શુભેન્દુ અધિકારી આક્રમક વલણ અપનાવી રહ્યા છે. હવે ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે, તેઓ શરમ અનુભવે છે કે તેઓ છેલ્લા 21 વર્ષથી ટીએમસી સાથે હતા. અધિકારીએ ટીએમસી પાર્ટીમાં શિસ્તનો અભાવ હોવાનો દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે હવે પશ્ચિમ બંગાળને પીએમ મોદીને સોંપવું પડશે.

शुभेंदु अधिकारी बोले- हमें बंगाल को पीएम मोदी के हाथों में सौंपना होगा -  BJP Suvendu Adhikari West Bengal handed over to PM narendra Modi Trinamool  congress tmc lacks discipline - AajTak

ભાજપ કાર્યાલયમાં પાર્ટીનાં કાર્યકરોને સંબોધતા અધિકારીએ કહ્યું કે, ‘હું જે રાજકીય પક્ષ સાથે અગાઉ સંકળાયેલું છું, તેમાં હવે કોઈ શિસ્ત બાકી નથી. તે પાર્ટીમાંથી કંપની બની ગઇ છે. મને શરમ આવે છે કે હું 21 વર્ષથી તે પાર્ટી સાથે સંકળાયેલો રહ્યો. તેમણે તુલના કરી હતી કે તૃણમૂલ કોંગ્રેસની બેઠકોમાં પસાર થનારી દરખાસ્તો પણ નોંધાયેલી નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે સાથે મળીને કામ કરીશું જેથી રાજ્યમાં 2021 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવે અને પશ્ચિમ બંગાળ ‘સોનાર બંગાળ’ બને.” પશ્ચિમ બંગાળને સક્ષમ નેતા નરેન્દ્ર મોદીને સોંપવું પડશે.

hare krishna hare hare bjp ghare ghare, suvendu adhikari gives new slogan,  slams tmc from contai road show, set tune for west bengal election 2021 MTJ

વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોએ ખેડૂતોને લાભ અપાવવા માટે આ યોજનાનો ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે તેનો ઇનકાર કર્યો હતો અને ખેડૂતોને તેના ફાયદાઓથી વંચિત કરી દીધા. તેમણે કહ્યું, “હવે એ જરૂરી છે કે દેશ પર શાસન કરનારી પાર્ટી જ અહીં સત્તા પર આવે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો