Gandhinagar News/ હું બેઠો છું ને દીકરીના લગ્ન અને કરિયાવર માટે મુંઝાવું નહીં: પેથાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.નો હુંકાર

ત્યારે પેથાપુર પોલીસની આ કામગીરી આજે પ્રેરણાદાયી બની છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: દીકરીનું લગ્ન (Wedding) ધામધૂમથી કરો કોઈપણ મદદ માટે અમે બેઠા છીએ. આ શબ્દો પેથાપુર (Pethapur Police) પોલીસ સ્ટેશનના પી. આઇ. એમ એન દેસાઈ અને સ્ટાફના છે. સામાન્ય લાગતી આ તસવીર અનેક પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણાદાયી બની છે.

વાત જાણે એમ છે કે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં દરરોજ વહેલી સવારે આખા પોલીસ સ્ટેશનની સફાઈ કરતી શ્રમિક મહિલાની પુત્રીના લગ્ન લેવાયાં હતાં. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનાના કારણે માં બાપ દીકરીનું કરિયાવર, વ્યવહાર અને લગ્નના રીત રિવાજો કેવી રીતે પૂરા કરવા ? તે વિટંબણા આ મહિલાના મનમાં ચાલતી હતી. ત્યારે આ આખી સમસ્યા પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ સુધી પહોંચી ગઈ. બસ પછી આખા સ્ટાફે નક્કી કરી નાખ્યું અને યથા શક્તિ આર્થિક મદદ કરવાનું બીડું ઝડપ્યું અને જોતજોતામાં તો 1 લાખ રૂપિયા ભેગા પણ થઈ ગયા એટલું જ નહીં સ્ટાફના બે પોલીસ કર્મચારીઓએ તો આ સેવાકીય કામ માટે મહત્વનો રોલ અદા કર્યો છે.

જ્યારે પેથાપુર પોલિસ સ્ટેશનના પીઆઈ એમ.એન દેસાઈએ પણ આર્થિક મદદ સાથે કહી દીધું કે દીકરીના લગ્ન માટે આ ઉપરાંત જે પણ વધારા નો ખર્ચ થશે તે તમામ ખર્ચ હું ઉપાડીશ. બસ પછી શ્રમિક મહિલાએ દીકરીની ઈચ્છા મુજબ ખૂબ સરસ રીતે આખો પ્રસંગ પાર પડ્યો. ત્યારે પેથાપુર પોલીસની આ કામગીરી આજે પ્રેરણાદાયી બની છે. હંમેશા કાયદાનું ભાન કરાવતી ખાખીમાં પણ માનવતા આજે પણ અકબંધ રહી છે. જેનું પેથાપુર પોલીસ સ્ટેશન ઉદાહરણ રૂપ બન્યું છે.

આવી મોંઘવારી વચ્ચે નાના અને શ્રમિક પરિવારમાં જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે ખર્ચ અને વ્યવહાર સાચવવાની ચિંતા સતત સતાવતી હોય છે. એટલુ જ નહિ આવા વ્યક્તિઓ ક્યારેય કોઈની પાસે મદદ માગી શકતા નથી. કેમકે આવા અનેક લોકો આજે પણ કોઈની મદદ મેળવવા માટે વિટંબણા અનુભવતા હોય છે. ત્યારે સફાઈ કામદાર મહિલાના મનમાં ચાલી રહેલી ગડમથલ પેથાપુર પોલીસ સ્ટાફ સુધી પહોંચી ગઈ. અને આખો લગ્નનો પ્રસંગ દીકરીની ઈચ્છા મુજબ અને તમામ વ્યવહારો સાથે પાર પાડવામાં આવ્યો. જો કે આ પ્રસંગે સફાઈ કર્મચારી મહિલા અને તેની દીકરીએ રોકડ રકમ સ્વીકારી ત્યારે પોલીસની આ સંવેદના સભર મદદ થી હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા.

એટલું જ નહીં પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ અને ખાસ તો મહિલા કર્મચારીઓ પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં હોશે હોશે જોડાઈ હતી ત્યારે આજે ગાંધીનગર જિલ્લામાં પેથાપુરનું પોલીસ સ્ટેશન આવી સેવાકીય પ્રેરણા દાઈ કામ માટે ચર્ચાના એરણે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવા સત્કાર્યો કરનારી ગુજરાત પોલીસે આજે પણ ફરી વધુ એક વખત માનવતા મહેકાવી છે.

@ઉજ્જવલ વ્યાસ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સી.આર.પાટીલે ફરી એકવાર એ બતાવી દીધું કે તેમના જવું હોશિયાર અને સચોટ વિશ્લેષક બીજુ કોઈ નથી

આ પણ વાંચો:સીઆર પાટીલે કેમ માંગી કાર્યકર્તાઓની માફી…

આ પણ વાંચો:નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો