Political/ હું મારામાં એક ઈતિહાસ સંગ્રહીને બેઠી છું – “હું કોંગ્રેસ છું”

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી . દેશને સ્વતંત્રતા મળી તેના 162 વર્ષ અગાઉ વર્ષ 1885માં કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી

India Mantavya Vishesh
congress 3 હું મારામાં એક ઈતિહાસ સંગ્રહીને બેઠી છું - "હું કોંગ્રેસ છું"

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. દેશને સ્વતંત્રતા મળી તેના 162 વર્ષ અગાઉ વર્ષ 1885માં કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસમાં શુ આવ્યું રાજકીય પરિવર્તન ચાલો જોઈએ.

કહાની કોંગ્રેસની

  • મે ગુલામીની સાંકળોમાં બંધાયેલા ભારતને જોયું છે.
  • મે આઝાદીની હવામાં શ્વાસ લેતા ભારતને પણ જોયું છે.
  • મે સંવિધાનનું નિર્માણ થતું જોયું છે.
  • મે સંસદમાં લોકશાહીને મજબુત થતાં જોઈ છે.
  • મે પોતાને તૂટતી અને વિખેરાતી પણ જોઈ છે.
  • મે 135 વર્ષના ભારતને વિકસીત થતાં જોયું છે.
  • હું મારામાં એક ઈતિહાસ સંગ્રહીને બેઠી છું
  • હું કોંગ્રેસ છું

દેશને સ્વતંત્રતા મળી તેના 62 વર્ષ અગાઉ વર્ષ 1885માં આજના દિવસે સ્કોટલેન્ડના એક નિવૃત અધિકારી એઓ હ્યૂમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી. એઓ હ્યૂમને તેમના જીવનકાળમાં ક્યારેય પક્ષના સંસ્થાપક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. વર્ષ 1912માં તેમના મૃત્યુ બાદ એઓ હ્યૂમને કોંગ્રેસના સંસ્થાપક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સંસ્થાપકોમાં દાદાભાઈ નવરોજી અને દિનશા વાચા પણ સામેલ હતાં.. વર્ષ 1885માં મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં કોંગ્રેસ પક્ષનો પાયો નખાયો હતો.. ત્યારે મુંબઈ બોમ્બેના નામથી જાણીતું હતું.. પક્ષના નેતાઓની પ્રથમ મીટિંગ અહીં યોજાઈ હતી અને કોંગ્રેસના પહેલા અધ્યક્ષ કોલકાતા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશચંદ્ર બેનર્જી બન્યા.

કોંગ્રેસની સ્થાપના પાછળ પણ એક રસપ્રદ વાત છે. વર્ષ 1857માં અંગ્રેજો સામે ભારે વિરોધ ચાલી રહ્યો હતો. અંગ્રેજો ક્યારેય એવું ઈચ્છતા ન હતા કે ફરી વખત દેશમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય, તેમણે આયોજન કરી એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જ્યાં ભારતીય પ્રજા પોતાની ભડાસ કાઢી શકે. આ ઉપરાંત આ કોંગ્રેસના પ્લેટફોર્મ હેઠળ જે વિરોધ પ્રદર્શન કરવા માગે તે કરી શકે છે. આ જ કામ માટે એઓ હ્યૂમની પસંદગી કરવામાં આવેલી.

જ્યારે કોંગ્રેસમાં ફૂટ પડી
વર્ષ 1905માં બંગાળનું વિભાજન થયું અને તેને લીધે જ કોંગ્રેસને નવી ઓળખ મળી. કોંગ્રેસે વિભાજનનો ખુલ્લીને વિરોધ કર્યો. અંગ્રેજોના સામાનનો બહિષ્કાર કર્યો. કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું હતું અને તેમા પણ ફૂટ પડી ગઈ. એક નરમ દળ અને એક ગરમ દળ. ગરમ દળ ઈચ્છતુ હતું કે આંદોલન બંગાળ સુધી જ મર્યાદિત રાખવામાં ન આવે, જ્યારે નરમ દળ ખુલ્લી રીતે અંગ્રેજો સામે વિદ્રોહ કરવાની વિરુદ્ધમાં હતો.

વર્ષ 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં. વર્ષ 1919માં અસહયોગ આંદોલનથી ગાંધીજી રાજકારણમાં આવ્યા. ત્યારબાદ બસ કોંગ્રેસ એટલે ગાંધીજી જ તેવો અર્થ થઈ ગયો. ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક આંદોલન કર્યાં. કોંગ્રેસની તે લોકપ્રિયતા હતી કે ગુલામ ભારતમાં પણ પક્ષના 1.5 કરોડથી વધારે સભ્યો હતા અને 7 કરોડથી વધારે સમર્થકો હતા… વર્ષ 1885માં બનેલી કોંગ્રેસ પાર્ટીના અત્યાર સુધીમાં 88 જેટલા અધ્યક્ષ રહી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટીને દેશમાં 7 પ્રધાનમંત્રી આપવાનો શ્રેય જાય છે.. આ પૈકી 18 અધ્યક્ષ આઝાદી બાદ બન્યા છે. આઝાદી બાદ આ 73 વર્ષ પૈકી 38 વર્ષ સુધી નેહરું-ગાંધી પરિવારના સભ્યોએ પક્ષનું અધ્યક્ષ પદ સંભાળ્યુ છે. જ્યારે 35 વર્ષ બિન-નેહરું-ગાંધી પરિવારે સુકાન સંભાળ્યુ છે.

આઝાદી બાદ વર્ષ 1951થી લઈ વર્ષ 1954 સુધી જવાહર લાલ નેહરુ રહ્યા છે. ત્યારબાદ વર્ષ 1959માં ઈન્દિરા ગાંધી અધ્યક્ષ બન્યા. પછી વર્ષ 1978થી 1984 સુધી ઈન્દિરા ગાંધી ફરી વખત અધ્યક્ષ રહ્યા. ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ વર્ષ 1985થી વર્ષ 1991 સુધી રાજીવ ગાંધી અધ્યક્ષ બન્યા. રાજીવ ગાંધીના મૃત્યુના 7 વર્ષ બાદ વર્ષ 1998માં સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા, જેઓ વર્ષ 2017 સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ઓગસ્ટ 2019થી સોનિયા ગાંધી ફરી અધ્યક્ષ છે. રાહુલ ડિસેમ્બર 2017થી ઓગસ્ટ 2019 સુધી અધ્યક્ષ રહ્યા હતા.

વર્ષ 1919માં અસહયોગ આંદોલનથી ગાંધીજી રાજકારણમાં આવ્યા
ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક આંદોલન કર્યાં
ગુલામ ભારતમાં પણ પક્ષના 1.5 કરોડથી વધારે સભ્યો હતા
7 કરોડથી વધારે કોંગ્રેસના સમર્થકો હતાં
કોંગ્રેસ પાર્ટીમાં અત્યાર સુધીમાં 88 જેટલા અધ્યક્ષ બન્યા
દેશને 7 પ્રધાનમંત્રી આપવાનો કોંગ્રેસને શ્રેય
કોંગ્રેસમાં 18 અધ્યક્ષ આઝાદી બાદ બન્યા
73 વર્ષ પૈકી 38 વર્ષ સુધી નેહરું-ગાંધી પરિવારના સભ્યોએ પક્ષનું અધ્યક્ષ પદ સંભાળ્યુ
જ્યારે 35 વર્ષ બિન-નેહરું-ગાંધી પરિવારે સુકાન સંભાળ્યુ

આઝાદીથી લઈને 2014 સુધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમત હાંસલ કર્યો, જ્યારે 4 વખત સત્તારૂઢ ગઠબંધનનું નેતૃત્વ કર્યું હતું.. કોંગ્રેસ ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં સર્વાધિક સમય સુધી સત્તામાં રહ્યું.. પહેલી ચૂંટણીમાં કોંગ્રેસે 364 બેઠકો જીતીને પ્રચંડ બહુમત હાંસલ કર્યું હતું.. પરંતુ 16મી લોકસભામાં આ પક્ષે આશ્ચર્ય રૂપથી વિપક્ષની ભૂમિકા સુધીની પાત્રતા પણ ન હાંસલ કરી શકી..

જુુઓ આ સંપૂર્ણ અહેવાલ – કોંગ્રેસના 136મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…