બોલિવૂડ/ હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

કંગના રનૌત બી-ટાઉનની કેટલીક એવી મહિલાઓમાં એક છે કે જેઓ પોતાના મનની વાત કરવામાં ક્યારેય ડરતી નથી. એક અગ્રણી ટેબ્લોઇડ સાથે તાજેતરમાંની વાતચીતમાં, અભિનેત્રીએ ફિલ્મ ઉદ્યોગનાં નિષ્પક્ષ ત્વચા રંગનાં ઉત્સાહને સંબોધન કર્યું હતું.

Entertainment
123 34 હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

કંગના રનૌત બી-ટાઉનની કેટલીક એવી મહિલાઓમાં એક છે કે જેઓ પોતાના મનની વાત કરવામાં ક્યારેય ડરતી નથી. એક અગ્રણી ટેબ્લોઇડ સાથે તાજેતરમાંની વાતચીતમાં, અભિનેત્રીએ ફિલ્મ ઉદ્યોગનાં નિષ્પક્ષ ત્વચા રંગનાં ઉત્સાહને સંબોધન કર્યું હતું.

123 32 હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

આપને જણાવી દઇએ કે, કંગના રનૌત અનેક વાર બોલિવૂડને નિશાન બનાવતી રહી છે. તેણે એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, બોલિવૂડ ગોરા લોકો માટે વધુ ઝુકાવ ધરાવે છે. તેણે કહ્યું કે, તેણીનાં રંગને કારણે તે કેટલાક વર્ષો ઉદ્યોગમાં રહી શકતી હતી, પરંતુ મે તેના કરતા પોતાને વધુ સાબિત કરવાનું નક્કી કર્યું છે. કંગના રનૌતે 2006 માં ફિલ્મ ગેંગસ્ટરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણીએ પહેલાં પણ રંગભેદ વિશે વાત કરી હતી અને ફેરનેસ બ્રાન્ડને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.

123 33 હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

કંગનાએ વધુમાં કહ્યું કે, મેં મારી પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો અને તે એક મોટો સંઘર્ષ હતો. તે પણ સાચી બાબત છે કે જે મને પરોસવામાં આવતુ હતુ જો હુ તે જ કરતી રહેતી તો મને નથી લાગતુ કે અહી સુધી આવી શકી હોત. તેમના માટે સુંદર હોવાનો અર્થ ગોરા હોવાનો છે. હું ખૂબ ગોરી હતી અને હું અહીં 3-4- વર્ષ ટકી શકતી હતી, જે કોઈપણ ગોરો વ્યક્તિ કરી શકે છે. આ તેઓને જોઇએ છે. પણ મને તે ગમ્યું નહીં. મારો ગોરો રંગ એ મારી સૌથી ઓછી પસંદીદા વસ્તુઓમાં એક છે.

123 35 હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

એક વ્યક્તિ તરીકે મારી પાસે ઘણું બધુ હતુ અને મને આશ્ચર્ય થયું કે કોઈએ તેની કાળજી લીધી નથી. તેમને તેની સાથે કંઈ લેવાદેવા નહોતો. હવે, હું જે બનીને આગળ આવી છું, તેઓ આ જોઈને નવાઈ પામશે. આ પહેલા કંગનાએ 2013 માં કહ્યું હતું કે, નાનપણથી જ મને ફેરનેસનો કોન્સેપ્ટ સમજાયો નથી. ખાસ કરીને સેલીબ્રેટી તરીકે, યુવાનોની સામે હું કેવો દાખલો બેસાડી રહી છું? કંગનાએ કહ્યું હતું કે, મારી બહેન રંગોલીનો રંગ ગોરો નથી પણ તેમ છતાં તે સુંદર છે. જો હું ગોરાઓનો એક ભાગ બનુ, તો તે એક રીતે તેની ઇન્સલ્ટ થશે. જો હું મારી બહેન સાથે આ ન કરી શકું તો હું સમગ્ર રાષ્ટ્ર સાથે કેવી રીતે કરી શકું.

Untitled 1 હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત