Not Set/ અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાલકે એવોર્ડથી કરાશે સમ્માનિત

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાલકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. જે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વીટ દ્વારા આ માહિતી શેર કરી છે. દાદાસાહેબ ફાલકે એવોર્ડ એ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. જે સિનેમા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવે છે. આ વખતે એવોર્ડ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવી રહ્યો છે. […]

Top Stories Entertainment
amitabh bachchan અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાલકે એવોર્ડથી કરાશે સમ્માનિત

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાલકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. જે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વીટ દ્વારા આ માહિતી શેર કરી છે. દાદાસાહેબ ફાલકે એવોર્ડ એ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. જે સિનેમા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવે છે. આ વખતે એવોર્ડ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવી રહ્યો છે.

અમિતાભ બચ્ચન, જેમણે ભારતીય સિનેમામાં પોતાના દમરદાર અભિનય સાથે દર્શકોને મનોરંજન પૂરુ પાડ્યુ છે. તેમનુ ભારતીય સિનેમામાં ખાસ યોગદાન રહ્યુ છે, તેમને વર્ષ 2018 માટે દાદાસાહેબ ફાલકે એવોર્ડ આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું છે કે, 2 પેઢીને મનોરંજન અને પ્રેરણા આપનાર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને સર્વસંમતિથી દાદાસાહેબ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને હાર્દિક અભિનંદન!

ami અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાલકે એવોર્ડથી કરાશે સમ્માનિત

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોને મનોરંજન પૂરુ પાડતા અમિતાભ બચ્ચન આજે પણ લોકોનાં ચહીતા કલાકાર છે. જે સમયે લોકો આરામને સર્વોપરી માનતા હોય છે, ત્યારે અમિતાભ બચ્ચન પોતાના અભિનયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અન્ય સ્ટારને કડક ટક્કર આપતા દેખાઇ રહ્યા છે. તાજેતરમાં તેમનો એક ટીવી શો કૌન બનેગા કરોડ પતિ ચાલી રહ્યો છે, જેને લઇને તેમને એક વિશિષ્ટ ઓળખ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.