Revenge/ એવુ તે શું થયુ કે સની લિયોનને નાકમાંથી નિકળવા લાગ્યું લોહી?

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સની અવાર-નવાર પોતાના નવા વીડિયો અને તસવીરો તેના ફેન્સ સાથે શેર કરે છે.

Entertainment
લિયોન

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સની અવાર-નવાર પોતાના નવા વીડિયો અને તસવીરો તેના ફેન્સ સાથે શેર કરે છે. તેના વીડિયોને ચાહકો ઘણા પસંદ કરે છે. તાજેતરમાં સનીએ બીજો વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – Tellywood / અમિતાભ બચ્ચનના ઘરમાં આ બાબતની સમસ્યા,જે આમ આદમી માટે હોય છે રોજિંદી

બોલિવૂડ અભિનેત્રી સની લિયોનીએ ઘણા મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં પોતાની ચમક બતાવીને લોકોને પોતાના ઉન્મત્ત બનાવ્યા છે. સની લિયોન પાસે આવનારા સમયમાં ઘણા પ્રોજેક્ટ છે. આ સાથે, સની લિયોન સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાવાનું ભૂલતી નથી કારણ કે ચાહકો એક સેલિબ્રિટી માટે તેની ઓળખ છે. ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો સની લિયોનને ફોલો કરે છે, જે દર્શાવે છે કે સનીનાં ચાહકોની કોઈ કમી નથી. સની સોશિયલ મીડિયા પર પોતાની દરેક પ્રવૃત્તિનાં વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં સની લિયોને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના મેકઅપ આર્ટિસ્ટ વિરુદ્ધ બદલો લેતી જોવા મળી રહી છે. સની લિયોન આ વીડિયો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સની લિયોનીની મસ્તી ભરેલી સ્ટાઇલ જોવા મળી રહી છે. આ વીડિયોમાં સનીનાં નાકમાંથી લોહી નીકળી રહ્યું છે. વાસ્તવમાં, તે લોહી નથી પણ સનીને મેકઅપ કરવામાં આવી રહ્યો છે જે તેના મેકઅપ આર્ટિસ્ટે કર્યો છે. પરંતુ સનીને જોઈને લાગે છે કે તે આ મેકઅપથી પરેશાન થઈ રહી છે. વીડિયોમાં સની કહે છે, ‘મને તે બિલકુલ પસંદ નથી’. વીડિયોમાં જુઓ સનીએ આ પછી કેવી રીતે બદલો લીધો…

Instagram will load in the frontend.

આ પણ વાંચો – ઘાયલ થઇ દેશ ગર્લ / Citadel ના સેટ પર ઈજાગ્રસ્ત થઇ પ્રિયંકા ચોપરા, કપાળ પર દેખાઈ લોહીની ધાર

તાજેતરમાં, સની લિયોન પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સ ક્વીન હેલેન, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને મિથુન ચક્રવર્તી સાથે રિયાલિટી શો ‘ડાન્સ જુનિયર 2’ નાં અંતિમ ભાગમાં હાજરી આપી હતી. શો ની ફિનાલે કોલકાતામાં હતી જ્યાં સની લિયોની પરંપરાગત બંગાળી લૂકમાં ડાન્સ કરતી જોવા મળી હતી. સનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના ચાહકો સાથે શો ની કેટલીક તસવીરો શેર કરી જેમાં તે બંગાળનો પરંપરાગત નૃત્ય ધનુચી ડાન્સ કરી રહી છે. તસવીરોમાં સની સાથે હેલન, રેમો ડિસોઝા, મિથુન ચક્રવર્તી નજરે પડે છે. તસવીરમાં સની લિયોન હેલેનને ગળે લગાવતી જોવા મળી રહી છે.