ક્રિકેટ સાથે ફિક્સિંગનો લાંબો ઈતિહાસ રહ્યો છે. ઘણા ખેલાડીઓએ ફિક્સિંગ કરીને આ રમતને કલંકિત કરી છે. ICC એ આ માટે કાયદા ખૂબ જ કડક બનાવ્યા છે, પરંતુ તેમ છતા ખેલાડીઓ અને ફિક્સર કરતા લોકો અટકી રહ્યા નથી. લેટેસ્ટ મામલો ઝિમ્બાબ્વેનાં પૂર્વ ક્રિકેટર બ્રેન્ડન ટેલરનો છે, જેણે એક મોટો ખુલાસો કર્યો છે. બ્રેન્ડન ટેલરે કહ્યું છે કે, સ્પોટ ફિક્સિંગ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે એક ભારતીય બિઝનેસમેન દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાનાં આ ખેલાડીએ ફોટો શેર કરતા લખ્યું- જય શ્રી રામ, પોસ્ટ વાયરલ
બ્રેન્ડન ટેલરે જે મુદ્દો ઉઠાવ્યો છે તે 2019નો છે. બ્રેન્ડન ટેલરે ઓક્ટોબર 2019માં સોશિયલ મીડિયા દ્વારા પોતાની સાથેની ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, હું છેલ્લા 2 વર્ષથી તણાવમાં છું. મારા હ્રદયમાં એક ધ્રુજારી હતી. જે પણ થયું તે બિલકુલ યોગ્ય નહોતું અને તેના કારણે મારા પર માનસિક રીતે પણ ઘણી અસર થઈ હતી. ઝિમ્બાબ્વે માટે 200 થી વધુ વનડે રમી ચૂકેલા બ્રેડન ટેલરની ગણના એક મહાન ખેલાડી તરીકે થાય છે. સપ્ટેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ટેલરે જણાવ્યું હતું કે, તેને સ્પોન્સરશિપ અને ઝિમ્બાબ્વેમાં T20 સ્પર્ધાની સંભવિત શરૂઆત અંગે ચર્ચા કરવા માટે ઓક્ટોબર 2019નાં અંતમાં ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેને મુસાફરી કરવા માટે 15,000 અમેરિકન ડોલરની ચૂકવણી કરવામાં આવશે. ટેલરે લખ્યું કે, બિઝનેસમેને મારા માટે હોટલમાં ડિનરની વ્યવસ્થા કરી. અમે સાથે પીધું અને પછી મને ખુલ્લેઆમ કોકેઈન ઓફર કરવામાં આવી. તેઓ બધા કોકેઈન લેતા હતા અને હું પણ લલચાઈ ગયો. ટેલર પછી જણાવે છે કે, “તે જ માણસ” બીજા દિવસે સવારે તેના હોટલનાં રૂમમાં પ્રવેશ્યો અને તેને કોકેઈન લેતા તેનો વીડિયો બતાવ્યો “અને મને કહ્યું કે જો હું તેના માટે આંતરરાષ્ટ્રીય મેચો સ્પોટ ફિક્સ નહીં કરું, તો તે વીડિયો જાહેર કરી દેશે.”
https://twitter.com/BrendanTaylor86/status/1485522867768991745?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1485522867768991745%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fcdn.embedly.com%2Fwidgets%2Fmedia.html%3Ftype%3Dtext2Fhtmlkey%3Dcb7145f1731b4c328f8e4d2201854ceaschema%3Dtwitterurl%3Dhttps3A%2F%2Ftwitter.com%2Fbrendantaylor86%2Fstatus%2F1485522867768991745image%3Dhttps3A%2F%2Fabs.twimg.com%2Ferrors%2Flogo46x38.png
આ પણ વાંચો – Video / ધોનીનો આ વીડિયો જોઇ તમે પણ માથું ખંજવાળવા લાગશો, ટ્રેનથી પણ ઝડપી દોડતો જોવા મળ્યો માહી
ઝિમ્બાબ્વેનાં ક્રિકેટરે વધુમાં જણાવ્યું કે, જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની તબિયત બગડવા લાગી, તે તણાવમાં હતો અને સતત દવાઓ લઈ રહ્યો હતો. આ પછી, વેપારી તેના પર તેણે આપેલા પૈસાનું પરિણામ આપવા માટે દબાણ પણ કરતો હતો. લગભગ ચાર મહિના સુધી આ બધું સહન કર્યા બાદ બ્રેન્ડન ટેલરે ICC ને આ અંગે જાણકારી આપી. તેણે કહ્યું કે, તેને ICC નો સંપર્ક કરવામાં ચાર મહિના લાગ્યા, આશા છે કે તેઓ વિલંબને સમજશે. ટેલરે કહ્યું કે ICC જે પણ સજા આપશે તે સ્વીકારશે. મારે હવે મારી વાર્તા કહેવાની છે કારણ કે હું હજી પણ લોકોને ઓળખું છું. જેઓ મારી પાસેથી સાંભળવા માંગે છે. આપને જણાવી દઈએ કે, 12 સપ્ટેમ્બર, 2021 નાં રોજ, બ્રેન્ડન ટેલરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે વર્ષ 2004માં ઝિમ્બાબ્વે માટે ડેબ્યૂ કર્યું હતું અને લાંબા સમય સુધી ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.
