જંહાગીરપુરી હિંસા/ ‘મેં ઝુકેગા નહીં’ કોર્ટમાં લઈ જતી વખતે આરોપી અંસારે બેશરમીની હદ કરી પાર

જહાંગીરપુરી હિંસા કેસમાં, બે આરોપીઓ અંસાર અને અસલમને કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો નિર્દેશ આપ્યો છે જ્યારે અન્ય 12 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે

Top Stories India
3 31 'મેં ઝુકેગા નહીં' કોર્ટમાં લઈ જતી વખતે આરોપી અંસારે બેશરમીની હદ કરી પાર

જહાંગીરપુરી હિંસા કેસમાં, બે આરોપીઓ અંસાર અને અસલમને કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો નિર્દેશ આપ્યો છે જ્યારે અન્ય 12 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસનો આરોપ છે કે આ રમખાણોના મુખ્ય કાવતરાખોરો અંસાર અને અસલમ છે. આ દરમિયાન આરોપી અન્સારને કોર્ટમાં  લઈ જતી વખતે તેને બેશરમતાની હદ વટાવી હતી.

જ્યારે આ આરોપીઓને રોહિણી કોર્ટમાં રજૂ કરવા  માટે લઈ જવામાં આવી રહ્યા હતા.  ત્યારે કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર પર મીડિયાને જોઈને આરોપી અંસારે બેશરમીની તમામ હદ વટાવી દીધી હતી. ગેટ પર મીડિયાકર્મીઓને જોઈને અંસારે ફિલ્મી સ્ટાઈલમાં ‘પુષ્પા’ની એક્શન કરી હતી. એટલું જ નહીં, આરોપી સતત હસતો હતો જેનાથી સ્પષ્ટ થતુ હતુ તે તેને પોલીસ કાર્યવાહીનો કોઈ ડર નથી.

 સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં બે કિશોરોનો પણ સમાવેશ થાય છે. પોલીસનું એમ પણ કહેવું છે કે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં બંને સમુદાયના લોકો સામેલ છે. આ આરોપીઓ પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ તલવાર મળી આવી છે વધુ તપાસ ચાલુ છે. નોંધનીય છે કે આ કેસની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.