કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના બોગાપુરા ગામ પાસે ગુરુવારે ભારતીય વાયુસેનાનું સૂર્ય કિરણ પ્રશિક્ષણ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટના નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બની હતી. જો કે સારા સમાચાર એ છે કે બંને પાયલોટ સુરક્ષિત છે. દુર્ઘટના પહેલા બંને પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમની વચ્ચે એક મહિલા પાયલોટ પણ હતી.
અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રેનર એરક્રાફ્ટે બેંગલુરુના એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી અને તે વહેલી સવારે ભોગાપુર ગામમાં ક્રેશ થયું હતું. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેજપાલ અને ભૂમિકાને સામાન્ય ઈજાઓ થઈ હતી. આમાં કોઈનું મૃત્યુ થયું નથી.
એરફોર્સના જણાવ્યા અનુસાર, જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે પાયલોટ નિયમિત કસરત કરી રહ્યા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. વાયુસેનાએ ટ્વીટ કર્યું, “એરફોર્સનું કિરણ ટ્રેનિંગ એરક્રાફ્ટ આજે કર્ણાટકના ચામરાજનગર પાસે ક્રેશ થયું. તે નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ પર હતો. બંને ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.” વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ અને એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ગયા મહિને રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેના (IAF)નું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થતા ત્રણ લોકોના મોત થયા હતા. ફાઈટર એરક્રાફ્ટ રૂટીન ટ્રેનિંગ સોર્ટી પર હતું ત્યારે તે ક્રેશ થયું હતું. પાયલોટ નાની ઈજાઓ સાથે બચી ગયો હતો. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. દુર્ઘટનાના બે અઠવાડિયા પછી, ભારતીય વાયુસેનાએ સોવિયેત મૂળના એરક્રાફ્ટ, મિગ-21ના વૃદ્ધ કાફલાને ગ્રાઉન્ડ કરવાનું નક્કી કર્યું. મિગ-21 ફાઈટર જેટના સમગ્ર કાફલાને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. 8 મેના અકસ્માતની તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા સહિત સમગ્ર પરિવારનું ગમખ્વાર અકસ્માતમાં મોત
આ પણ વાંચો:દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીએ LG પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો:સરકારે લીધો નિર્ણય,જૂન સુધીમાં વધુ 7 ચિત્તા મુક્ત થશે! કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં દોડશે
આ પણ વાંચો: કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ મંદિરમાં સ્વચ્છતાના અભાવ અંગે કરી આ વાત
આ પણ વાંચો:કેનેડાનાં જંગલમાં લાગી ભીષણ આગ, 16,000 લોકો ફસાયા; ટીમ આ રીતે બચાવ્યા

