Not Set/ ICC એ જાહેર કરી વન ડે રેન્કિંગ, કોહલી-બુમરાહે મેળવ્યુ ટોપનું સ્થાન

મંગળવારે આઈસીસીની વનડે રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. જેમાં જસપ્રિત બુમરાહ અને કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આપને જણાવી દઇએ કે 895 પોઇન્ટ સાથે કોહલી પ્રથમ સ્થાન ધરાવે છે. બીજી તરફ ‘હિટમેન’ રોહિત શર્મા 863 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વળી બેટ્સમેન રેન્કિંગની સૂચિમાં પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ ત્રીજા ક્રમે છે, ફાફ […]

Top Stories Sports
lop 4 ICC એ જાહેર કરી વન ડે રેન્કિંગ, કોહલી-બુમરાહે મેળવ્યુ ટોપનું સ્થાન

મંગળવારે આઈસીસીની વનડે રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. જેમાં જસપ્રિત બુમરાહ અને કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આપને જણાવી દઇએ કે 895 પોઇન્ટ સાથે કોહલી પ્રથમ સ્થાન ધરાવે છે. બીજી તરફ ‘હિટમેન’ રોહિત શર્મા 863 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વળી બેટ્સમેન રેન્કિંગની સૂચિમાં પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ ત્રીજા ક્રમે છે, ફાફ ડુપ્લેસિસ ચોથા અને રોસ ટેલર પાંચમા સ્થાને છે.

બોલિંગ વિશે વાત કરીએ તો નવી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 797 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આપને જણાવી દઇએ કે આ રેન્કિંગમાં બુમરાહ એકમાત્ર ભારતીય બોલર છે જે ટોપ-10 માં બની રહ્યો છે. બુમરાહ બાદ કીવી બોલર ટ્રેન્ટ બોલ્ટ 740 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. અફઘાનિસ્તાનનો મુજીબ જદરાન ત્રીજા, દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા ચોથા અને એસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પાંચમા સ્થાને છે. જ્યારે ઓલરાઉન્ડરોની યાદીમાં સૌ પ્રથમ નામ ઇગ્લેન્ડનાં બેન સ્ટોક્સનું છે. તે 319 પોઇન્ટ સાથે નંબર વનનાં સ્થાન પર છે. આ યાદીમાં હાર્દિક પટેલ દસમાં ક્રમે છે.

Image result for icc one day ranking

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અને ખેલાડીઓ હાલમાં ખૂબ સારુ પ્રદર્શન કરી રહ્યા છે, જેનુ પરિણામ તમે આ નવી વન ડે રેન્કિંગમાં જોઇ શકો છો. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ્યા તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં દેખાઇ રહ્યો છે. તો બીજી તરફ હિટમેન રોહિત શર્માં પણ તેની કારકિર્દીનાં સર્વશ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ ભારતનો સૌથી ભરોસાપાત્ર બોલર હવે જસપ્રીત બુમરાહ બની ગયો છે જેણે વન ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખીને સાબિત પણ કરી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.