Not Set/ બ્રિક્સ સમિટ: પીએમ મોદી પહોંચ્યા બ્રાઝિલ, આ મુદ્દાઓ પર ચર્ચા કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં આજે (13 નવેમ્બર) થી શરૂ થઈ રહેલા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલ પહોંચ્યા છે. બ્રાઝિલ જવા રવાના થતાં પહેલા પીએમ મોદીએ મંગળવારે કહ્યું હતું કે તેઓ વ્યાપક સહકારના વિવિધ મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓ સાથે વિચાર વિમર્શની આશા રાખે છે. તેમણે કહ્યું કે તે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જેયર એમ બોલ્સોનારો સાથે […]

Top Stories India
મોદી 2 બ્રિક્સ સમિટ: પીએમ મોદી પહોંચ્યા બ્રાઝિલ, આ મુદ્દાઓ પર ચર્ચા કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં આજે (13 નવેમ્બર) થી શરૂ થઈ રહેલા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલ પહોંચ્યા છે. બ્રાઝિલ જવા રવાના થતાં પહેલા પીએમ મોદીએ મંગળવારે કહ્યું હતું કે તેઓ વ્યાપક સહકારના વિવિધ મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓ સાથે વિચાર વિમર્શની આશા રાખે છે. તેમણે કહ્યું કે તે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જેયર એમ બોલ્સોનારો સાથે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો કરવાના ઉપાયો પર ચર્ચા કરશે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “હું આ વર્ષે 13 અને 14 નવેમ્બરના રોજ બ્રાઝિલમાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં ભાગ લઈશ. સંમેલનની થીમ ‘ઇનોવેશન એ ભવિષ્ય માટે આર્થિક વિકાસ છે’. હું બ્રિક્સ નેતાઓ સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરીશ. બ્રાઝિલની રાજધાની બ્રાસલિયામાં આ સંમેલનમાં પીએમ મોદીનું ફોકસ આતંકવાદ વિરોધી સહયોગ વધારવાના મુદ્દા પર સહયોગ અંગે રહેશે.

તેમણે કહ્યું કે બ્રિક્સ કોન્ફરન્સની સાથે તેઓ બ્રિક્સ વેપાર મંચને પણ સંબોધન કરશે અને બ્રિક્સ ટ્રેડ કાઉન્સિલ અને ન્યુ ડેવલોપમેન્ટ બેંકના અધિકારીઓ સાથે વાત કરશે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સ એ વિશ્વની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાના જોડાણનું બિરુદ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.