Not Set/ મારુતિ સુઝુકી લાવી રહી છે આ કારનું પેટ્રોલ વેરિઅન્ટ, 2020માં કરી શકે છે લોન્ચ

દેશની સૌથી ભરોસામંદ કાર કંપની મારુતિ સુઝુકીની બેસ્ટ સેલિંગ કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા વિશે એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ આ કારને વર્ષ 2016 માં લોન્ચ કરી હતી. ત્યારથી, તે સતત ગ્રાહકોનાં હ્રદયમાં એક અલગ સ્થાન મેળવવામાં સફળ રહી છે. યુવા લોકો ખાસ કરીને બ્રેઝાને ખૂબ પસંદ કરે છે. હાલમાં, ભારતીય માર્કેટમાં મારુતિ […]

Tech & Auto
1452248847 2175 મારુતિ સુઝુકી લાવી રહી છે આ કારનું પેટ્રોલ વેરિઅન્ટ, 2020માં કરી શકે છે લોન્ચ

દેશની સૌથી ભરોસામંદ કાર કંપની મારુતિ સુઝુકીની બેસ્ટ સેલિંગ કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા વિશે એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ આ કારને વર્ષ 2016 માં લોન્ચ કરી હતી. ત્યારથી, તે સતત ગ્રાહકોનાં હ્રદયમાં એક અલગ સ્થાન મેળવવામાં સફળ રહી છે. યુવા લોકો ખાસ કરીને બ્રેઝાને ખૂબ પસંદ કરે છે.

હાલમાં, ભારતીય માર્કેટમાં મારુતિ સુઝુકી બ્રેઝાનાં ફક્ત ડીઝલ વેરિએન્ટ ઉપલબ્ધ છે. પરંતુ આગામી દિવસોમાં કંપનીએ પેટ્રોલ વેરિએન્ટ લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. Ciaz અને Ertiga માં 1.5 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળવાની આશા છે. પેટ્રોલ એન્જિનવાળા બ્રેઝાને ફેબ્રુઆરી 2020 માં લોન્ચ કરી શકાય છે. મારુતિ સુઝુકી દર મહિને વિટારા બ્રેઝાનાં 12 હજાર એકમોનું વેચાણ કરી રહી છે, તે ભારતીય બજારમાં હ્યુન્ડાઇ વેન્યૂ સાથે સ્પર્ધા કરી રહી છે. તહેવારોની સીઝનમાં આ કારે પોતાનો જાદુ ચલાવ્યો હતો. તે ફરી વેન્યુને હરાવીને નંબર-1 પર પહોંચી ગઇ હતી.

જણાવી દઇએ કે ભારતમાં બીએસ 6 નાં નિયમો એપ્રિલ 2020 થી અમલમાં આવવાના છે, ત્યારબાદ તમામ કંપનીઓ માટે તેમની કારમાં બીએસ 6 નોર્મ એન્જિન આપવાનું ફરજિયાત રહેશે. આ વચ્ચે મારુતિ સુઝુકી હવે પેટ્રોલ એન્જિન સાથે બ્રેઝા ઉતારવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરોમાં બ્રેઝાનાં વેચાણમાં ઘટાડો થયો છે, કારણ કે લોકો ડીઝલ કરતા પેટ્રોલ વાહનોને પસંદ કરે છે. પરંતુ હવે કંપની પેટ્રોલ એન્જિન સાથે બ્રેઝા લોન્ચ કરી શકે છે. નવી બ્રેઝા બીએસવીઆઈ 1.5 લિટર ફોર સિલિન્ડર કે15બી એસએચવીએસ પેટ્રોલ એન્જિન સાથે આવશે, જે 104.7 પીએસ પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ પેટ્રોલ એન્જિન વર્ઝનનું ઉત્પાદન શરૂ કરી દીધુ છે. વળી મારુતિ તેની કારમાં 1.3-લિટર ડીઝલ એન્જિનને નવા 1.5 લિટર એંજિનથી બદલી શકે છે. 1.3 લિટર ડીઝલ એન્જિન કંપની ફિયાટ દ્વારા મેળવે છે, જ્યારે મારુતિએ નવું 1.5 લિટર ડીઝલ એન્જિન ઇન-હાઉસ બનાવ્યું છે. સમાચાર અનુસાર, બ્રેઝાનાં પેટ્રોલ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત આશરે 6.5 લાખ રૂપિયા હોઈ શકે છે. ભારતમાં આ કાર ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યુ, મહિન્દ્રાની XUV 300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સાથે ટકરાશે.

ઉલ્લેખનીય છે કે, આ ક્ષણે, બ્રેઝા ફક્ત ડિઝલ એન્જિનમાં આવે છે. તેમાં 1.3 લિટર ડીડીઆઈએસ ડિઝલ એંજિન આપવામાં આવ્યું છે, જે 89 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ એએમટી ગિયરબોક્સ વિકલ્પો ઉપલબ્ધ છે. બ્રેઝાની પ્રારંભિક કિંમત 7.63 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.