Launched New Jersey: IPL 2023 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમામ ફ્રેન્ચાઇઝી ટીમોની તૈયારીઓ જોરશોરરથી ચાલી રહી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે તેની નવી જર્સી લોન્ચ કરી છે. લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા, BCCI સેક્રેટરી જય શાહ, ટીમના માર્ગદર્શક ગૌતમ ગંભીર અને કેપ્ટન KL રાહુલે મંગળવારે બપોરે 7 માર્ચે આ નવી જર્સીને લૉન્ચ કરી હતી. આ દરમિયાન ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પણ હાજર હતા.
લખનઉ સુપર જાયન્ટ્સની આ નવી જર્સી પાછલી જર્સીથી બિલકુલ અલગ છે. તેનો રંગ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જર્સીનો રંગ નેવી બ્લુ કરવામાં આવ્યો છે. તેના પર લીલા અને નારંગી કલરની સ્ટ્રીપ પણ મુકવામાં આવી છે. આ નવી જર્સીની સંપૂર્ણ વિગતો લખનૌ સુપર જાયન્ટ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. લખનૌ સુપર જાયન્ટ્સ અનુસાર, આ નવી જર્સીનો રંગ ટીમ ઈન્ડિયા સાથે જોડવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ પણ વાદળી છે. આવી સ્થિતિમાં, લખનૌની ફ્રેન્ચાઇઝી દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ટીમ ઇન્ડિયાનો રંગ છે જે સમગ્ર દેશને એક સાથે રાખે છે.
આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે પીચની ઉપર દેખાતા વાદળી આકાશની પણ યાદ અપાવે છે. આ સિવાય તેના પર નારંગી રંગની પટ્ટી વિશે કહેવામાં આવ્યું છે કે તે લખનૌના લોકોની તાકાત અને હિંમત દર્શાવે છે. ગયા વર્ષે પ્રથમ વખત લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ IPLનો ભાગ બની હતી. લખનૌ સુપર જાયન્ટ્સ આઈસાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. KL રાહુલની કપ્તાની હેઠળ, લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2022ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. જોકે ટીમને ફાઇનલમાં એન્ટ્રી મળી શકી નહોતી.
આ પણ વાંચો: Locker Rules/ બેંકમાં લાગી આગ કે થઇ લૂંટ, જાણો કેવી રીતે થાય છે લોકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓની ભરપાઈ
આ પણ વાંચો: IAF-Womens Day/ વીમેન્સ ડેઃ એરફોર્સમાં પહેલી વખત મહિલા અધિકારીને ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટનો કમાન્ડ
આ પણ વાંચો: AAP/ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનના રાજીનામાં બાદ આતિશી-સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મળ્યું સ્થાન