Video/ દિલ્હી-ઈસ્તાંબુલ ફ્લાઈટમાં વિવાદ: પેસેન્જરે એર હોસ્ટેસને કહ્યું ‘નોકર’, તો એર હોસ્ટેસને આવ્યો ગુસ્સો અને પછી…

વીડિયોમાં પેસેન્જર કહે છે કે તે મારા પર કેમ બૂમો પાડી રહી છે? આના પર એર હોસ્ટેસ કહે છે કે કારણ કે તમે અમારા બધા પર બૂમો પાડી રહ્યા છો. વીડિયોમાં એર હોસ્ટેસ તેના સાથી દ્વારા શાંત થતી જોવા મળી રહી છે.

India Trending Videos
એર હોસ્ટેસ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એર હોસ્ટેસ અને એક યાત્રી દલીલ કરતા જોવા મળી રહ્યા છે. એક મિનિટનો આ વીડિયો ઈસ્તાંબુલથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં શૂટ કરવામાં આવ્યો છે. એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ખાવાના મુદ્દે ઝઘડો થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. એર હોસ્ટેસે પેસેન્જરને કહ્યું કે મારી ક્રૂ (એસોસિયેટ એર હોસ્ટેસ) તમારી આંગળીના ઈશારાથી રડી રહી છે.

વીડિયોમાં પેસેન્જર કહે છે કે તે મારા પર કેમ બૂમો પાડી રહી છે? આના પર એર હોસ્ટેસ કહે છે કે કારણ કે તમે અમારા બધા પર બૂમો પાડી રહ્યા છો. વીડિયોમાં એર હોસ્ટેસ તેના સાથી દ્વારા શાંત થતી જોવા મળી રહી છે. એર હોસ્ટેસે પેસેન્જરને કહ્યું, તમે મારા ક્રૂ સાથે આ રીતે વાત ન કરી શકો. હું તમને શાંતિથી સાંભળું છું. પરંતુ તમારે અમારા ક્રૂને પણ માન આપવું જોઈએ.

પેસેન્જરે એર હોસ્ટેસને પૂછ્યું કે તેણીએ તેના ક્રૂનું અપમાન કેવી રીતે કર્યું? આના પર એર હોસ્ટેસે કહ્યું કે તે તેના ક્રૂ તરફ આંગળી ચીંધી રહી હતી. આ સાંભળીને પેસેન્જરે એર હોસ્ટેસને ‘શટ અપ’ કરવા કહ્યું. બદલામાં એર હોસ્ટેસે પણ પેસેન્જરને કહ્યું ‘તમે ચૂપ રહો’. આ આખી વાતચીત અંગ્રેજીમાં થઈ રહી હતી. ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફરે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો.

વીડિયોમાં એર હોસ્ટેસ કહે છે કે હું અહીંની કર્મચારી છું. હું તમારી નોકર નથી. એર હોસ્ટેસની પાસે તેના સપોર્ટિંગ ક્રૂમાંથી એક પણ હાજર હતો. તેણી તેને શાંત કરે છે. આટલું કહીને એર હોસ્ટેસ ત્યાંથી માસ્ક પહેરીને જતી રહે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિગો એરલાઈન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્ડિગોએ કહ્યું, પેસેન્જરે એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન કર્યું. ભોજન બાબતે બોલાચાલી થઈ હતી. મુસાફરની ખાણીપીણીની ફરિયાદ હતી. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો:કોરોનાના જે વેરિયન્ટે ચીનમાં મચાવી તબાહી, તેના ભારતમાં પણ જોવા મળ્યા ત્રણ કેસ

આ પણ વાંચો:આ વિસ્તારની હોસ્પિટલના કબાટમાંથી યુવતીનો મૃતદેહ મળતા મચ્યો હડકંપ, પોલીસે હાથ ધરી તપાસ

આ પણ વાંચો:ઓમિક્રોનના BF7 વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરાની NRI મહિલા થઈ સંક્રમિત