Not Set/ Emmy Awards 2018ની લિસ્ટ: બેસ્ટ ડ્રામા સીરીઝ ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’

મુંબઈ ક્રિએટીવ આર્ટ્સ એમી એવોર્ડ્સની પહેલી રાતમાં ટીવી શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ અને અશ્વેત કલાકારોની ધૂમ જોવા મળી હતી. આ ટીવી શોએ નોમિનેશનની 15 કેટેગરીમાંથી 7 અવોર્ડ જીત્યા છે. જયારે ગેસ્ટ કેટેગરીમાં અશ્વેત કલાકારોની ઘૂમ રહી. રવિવારે અન્ય નોમિનેશનમાં પણ’ગેમ ઓફ થ્રોન્સ’ને બેસ્ટ ડ્રામા સીરીઝના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટીવી શો ‘વેસ્ટવર્લ્ડ’ના કાર્યકારી નિર્માતા […]

Trending Entertainment
pal Emmy Awards 2018ની લિસ્ટ: બેસ્ટ ડ્રામા સીરીઝ 'ગેમ્સ ઓફ થ્રોન્સ'

મુંબઈ

ક્રિએટીવ આર્ટ્સ એમી એવોર્ડ્સની પહેલી રાતમાં ટીવી શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ અને અશ્વેત કલાકારોની ધૂમ જોવા મળી હતી. આ ટીવી શોએ નોમિનેશનની 15 કેટેગરીમાંથી 7 અવોર્ડ જીત્યા છે. જયારે ગેસ્ટ કેટેગરીમાં અશ્વેત કલાકારોની ઘૂમ રહી. રવિવારે અન્ય નોમિનેશનમાં પણ’ગેમ ઓફ થ્રોન્સ’ને બેસ્ટ ડ્રામા સીરીઝના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

JA 1 Emmy Awards 2018ની લિસ્ટ: બેસ્ટ ડ્રામા સીરીઝ 'ગેમ્સ ઓફ થ્રોન્સ'
mantavyanews.com

એટલું જ નહીં, ટીવી શો ‘વેસ્ટવર્લ્ડ’ના કાર્યકારી નિર્માતા જોનાથન નોલનએ એક ઇવેન્ટમાં ઈન્ટરેક્ટિવ મીડિયાના માટે ટ્રોફી લેવા દરમિયાન’ગેમ ઓફ થ્રોન્સ’ના દબદબાનો ઉલ્લેખ કર્યો. એક વેબસાઈટ મુજબ તેમને ‘ગેમ ઓફ થ્રોન્સ’ના શોરનર્સ ડી.બી. વેઈસ અની ડેવિડ બેનીઓફનો શોના હાલના સીઝનને સમાપન કરવાને લઈને મજાકિયા અંદાજમાં આભાર માન્યો જેથી બાકીના લોકો પણ Emmy જીતી શકે.

ટીવી શો ‘ધિ અસાઇનેશન ઓફ જિયાન વર્સાચે’ને શનિવારે રાતે પુરસ્કાર સમારોહમાં ચાર એવોર્ડ જીત્યા હતા. જયારે ‘ધ ક્રાઉન’, ‘ધ હેંડમેડ્સ ટેલ’ અને’ધ માર્વલસ મિસેજ માઈસેલ’એ ત્રણ એવોર્ડ પોતાના નામે કર્યા.

ગેસ્ટ એક્ટિંગનું સમ્માન ‘સૈટર ડે નાઈટ લાઈવ’ના માટે ટીફની હૈડીશ, ધિસ ઇઝ અસના મતિ રોન સેફાસ જોન્સ ‘ધ હેંડમેડ્સ ટેલ’ના મતે સમીર વિલે અને ‘એટલાંટા’ માટે કૈટ વિલિયમ્સને એમી એવોર્ડની સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અહીં જુઓ એવોર્ડની લિસ્ટ..

બેસ્ટ ડ્રામા સીરીઝ: ગેમ્સ ઓફ થ્રોન્સ

બેસ્ટ એક્ટર, ડ્રામા સીરીઝ: મૈક્યૂ રહેસ, ધ અમેરિકન્સ

બેસ્ટ એક્ટ્રેસ, ડ્રામા સીરીઝ: ક્લેયર ફોય, ધ ક્રાઉનબેસ્ટ સ્પોટિંગ એક્ટર, ડ્રામા સીરીઝ: પીટર ડીંકલેઝ, ગેમ ઓફ થ્રોન્સ

બેસ્ટ સ્પોટિંગ એક્ટ્રેસ, ડ્રામા સીરીઝ: થૈંડી ન્યૂટન, વેસ્ટવર્લ્ડ

બેસ્ટ રાઈટિંગ એક્ટ્રેસ, ડ્રામા સીરીઝ: જોએલ ફિલ્ડ ડાલ્ડ્રી, ઘ ક્રાઉન

બેસ્ટ રાઈટિંગ એક્ટ્રેસ, ડ્રામા સીરીઝ: જોએલ ફિલ્ડ અને વેસબર્ગ, ધ અમેરીકન

 બેસ્ટ ડાયરેક્ટિંગ ડ્રામા સીરીઝ: સ્ટીફન ડાલ્ડ્રી, ધ ક્રાઉન

 બેસ્ટ એક્ટર કોમેડી સીરીઝ: બીલ હૈદર, બૈરી

 બેસ્ટ એક્ટ્રેસ કોમેડી સીરીઝ: રાહેલ બ્રોસ્નાહન, ધ માર્વેલિયસ મિસેજ મૈસલ

 બેસ્ટ સ્પોટિંગ એક્ટર, કોમેડી સીરીઝ: હેનરી વિંકલર,બૈરી

બેસ્ટ સ્પોટિંગ એક્ટ્રેસ, કોમેડી સીરીઝ: એલેક્સ બોરસ્ટીન, ઘ માર્વેલિયસ મિસેજ મૈસલ

બેસ્ટ રાઈટિંગ કોમેડી સીરીઝ: એમી શેરમેન-પાલ્લાડીનો, ઘ માર્વેલિયસ મિસેજ મૈસલ

બેસ્ટ ડાયરેક્ટિંગ ડ્રામા સીરીઝ: એમી શેરમેન-પાલ્લાડીનો, ઘ માર્વેલિયસ મિસેજ મૈસલ

આઉટસ્ટૈંડીંગ ટેલીવિઝન ફિલ્મ એવોર્ડ: એંથોલોજી સીરીઝ ‘બ્લેક મિરરની ચોથી શ્રુંખલાના પહેલા એપિસોડ ‘યૂએસએસ કૈલિસ્ટરને મળ્યો છે.

આ સિવાઈ ટીવી સીરીઝ ‘સ્ટાર ટ્રેક’ને ગવર્નર્સ એવોર્ડ મળ્યો. સમારોહમાં ‘સ્ટાર ટ્રેક: ડિસ્કવરીના 100થી વધુ ક્રુ સદસ્ય હાજર હતા.