નેશનલ મેકિંગ લાઈફ બ્યુટીફુલ ડે દર વર્ષે 11 જૂને મનાવવામાં આવે છે, પણ આ એક એવો દિવસ છે જે માત્ર એક જ દિવસ પુરતો નહિ પરંતુ રોજ ઉજવવામાં આવે તો પણ ઓછુ પડે. જો કે, રોજિંદા ધોરણે જીવનને સુંદર બનાવવાનું કે નક્કી કરવાનું પણ આપણા હાથમાં જ છે.
નેશનલ મેકિંગ લાઈફ બ્યુટીફુલ ડેનો પ્રાથમિક ઉદ્દેશ્ય એવા લોકોનું સન્માન કરવાનો છે જેઓ અન્ય લોકો માટે લાઈફને સુંદર બનાવે છે, પછી ભલે તે આપણું પોતાનું હોય કે કોઈ પારકું. જો ખરેખર જોવામાં આવે તો આપણને પણ કેટલીક વાર ખ્યાલ નથી હોતો કે આપણે બીજાના જીવનમાં ક્યારે અને કેવી રીતે તેમની ખુશી નું કારણ બનતા હોઈએ છે. આ સાથે જ એવા સંબંધોમાં રોકાણ કરવું, જેની તમે કાળજી લો છો તેના કારણોની હિમાયત કરવી, અથવા જ્યારે કોઈ વ્યક્તિ નિરાશા અનુભવે ત્યારે તેને ઉત્સાહિત કરવું એ બધી સુંદર ક્રિયાઓ છે જે ડોમિનો ઇફેક્ટ માટે નિર્ધારિત છે.
નેશનલ મેકિંગ લાઈફ બ્યુટીફુલ ડે ઈતિહાસ
એપ્રિઓરી બ્યુટીએ 2015ના એપ્રિલમાં નેશનલ મેકિંગ લાઈફ બ્યુટીફુલ ડે સબમિટ કર્યો હતો જેથી જીવનને સુંદર બનાવવામાં મોખરે રહેલા લોકોને ઓળખી શકાય. 11 જૂન, 2009 ના રોજ, એપ્રિઓરી બ્યુટીએ સુંદરતા પ્રત્યેના આંતરિક અને બાહ્ય અભિગમ દ્વારા પુરુષો અને સ્ત્રીઓને સુંદર દેખાવા અને અનુભવવામાં મદદ કરવા માટે તેનું મિશન શરૂ કર્યું.
આ પણ વાંચો:સાવધાન/દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા
આ પણ વાંચો:કાર્યવાહી/ગુજરાતમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATSએ મહિલા સહિત 5ની કરી ધરપકડ
આ પણ વાંચો:બેઠક/રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી
આ પણ વાંચો:અમદાવાદમાં કારચાલકો બેફામઃ વસ્ત્રાલ રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા