Cricket/ ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video

T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરૂ થશે. ICC આ માટે તૈયારી કરી રહ્યું છે. હવે તાજા સમાચાર એ છે કે ICC એ T20 વર્લ્ડકપનું Anthem પણ બહાર પાડ્યું છે.

Top Stories Sports
11 170 ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video

IPL 2021 નો બીજો તબક્કો UAE માં ચાલુ છે. IPL ની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે. પરંતુ આ પછી પણ ક્રિકેટનો રોમાંચ ઓછો નહીં થાય. T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરૂ થશે. ICC આ માટે તૈયારી કરી રહ્યું છે. હવે તાજા સમાચાર એ છે કે ICC એ T20 વર્લ્ડકપનું Anthem પણ બહાર પાડ્યું છે.

11 171 ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video

આ પણ વાંચો – નવો નિયમ / ક્રિકેટમાંથી હંમેશા માટે હટાવવામાં આવ્યો ‘Batsman’ શબ્દ

વિશ્વભરનાં દિગ્ગજ ખેલાડીઓ તેમાં જોવા મળે છે. આ વીડિયો રિલીઝ થયાનાં થોડા સમય બાદ જ તેને મોટી સંખ્યામાં લોકોએ જોયો હતો. આપને જણાવી દઈએ કે, ICC મેન્સ T20 વર્લ્ડકપનાં સુપર 12 તબક્કામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAE અને ઓમાનમાં શરૂ થશે અને અંતિમ મેચ 14 નવેમ્બરે રમાશે, જ્યારે અનામત દિવસ 15 નવેમ્બર રાખવામાં આવ્યો છે. વર્લ્ડકપ 2021 ની શરૂઆત રાઉન્ડ 1 ની ગ્રુપ બી મેચથી થશે, જ્યાં યજમાન ઓમાનનો મુકાબલો પાપુઆ ન્યૂ ગુયાના સાથે થશે. વળી, મેચ સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે, જે ગ્રુપ B ની અન્ય ટીમો છે.

શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયાની ટીમો ગ્રુપ A માં છે, જે બીજા દિવસે અબુધાબીમાં રમાશે. રાઉન્ડ-1 ની મેચો 22 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર-12 સ્ટેજમાં જશે. સુપર-12 મેચ 23 ઓક્ટોબરથી યોજાશે જેમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે અને બંને ટીમો પોતાના પ્રથમ T20 ખિતાબ માટે અભિયાનની શરૂઆત કરશે. આ પહેલાનાં સંસ્કરણની, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ફાઇનલિસ્ટ ટીમો એક જ દિવસે દુબઇમાં ટકરાશે. આ પછી, 30 ઓક્ટોબરનાં રોજ દુબઈમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ ગ્રુપની મેચ ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝ તથા ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શારજાહમાં 6 નવેમ્બરે મેચ સાથે સમાપ્ત થશે.

11 172 ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video

આ પણ વાંચો – આરોપ / પાકિસ્તાનનો બફાટ, ન્યુઝીલેન્ડની ટીમને ભારતે મોકલી હતી હુમલાની ધમકી

ગ્રુપ 2 ની શરૂઆત 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી થશે. આ પછી પાકિસ્તાન 26 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. અફઘાનિસ્તાન 25 ઓક્ટોબરથી સુપર -12 ગ્રુપમાં પોતાના અભિયાનની શરૂઆત પ્રથમ રાઉન્ડના ગ્રુપ બીના વિજેતા સામેની મેચથી કરશે. તેની ગ્રુપ સ્ટેજની મેચો ભારત સાથેની મેચ અને રાઉન્ડ 1 ના ગ્રુપ A માં બીજા ક્રમની ટીમ સાથે સમાપ્ત થશે. પ્રથમ સેમીફાઇનલ મેચ 10 નવેમ્બરે અબુધાબીમાં, બીજી સેમીફાઇનલ 11 નવેમ્બરે દુબઇમાં અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે દુબઇમાં રમાશે. ત્રણેય મેચ માટે અનામત દિવસ રાખવામાં આવ્યો છે. તો હમણાં માટે તમે IPL 2021 માણો છો પણ તે પછી તમે ટી 20 વર્લ્ડ કપ પણ જોશો.