Not Set/ ICC નિયમમાં કરી શકે છે મોટો ઉલટફેર, સબસ્ટિટ્યુટ્સ ખેલાડી કરી શકશે બોલિંગ અને બેટિંગ

મેદાનમાં ક્રિકેટ રમતી વેળાએ જો કોઇ ખેલાડીને ઈજા પહોચે છે ત્યારે ટીમને મોટો ઝાટકો લાગી જાય છે, ત્યારે તેના સ્થાને આવેલા ખેલાડીની મદદ માત્ર ફિલ્ડીંગમાં જ લઇ શકાય છે. જેને લઇને ઘણીવાર ટીમને હારનો સામનો પણ કરવો પડતો હોય છે. જો કે હવે આઈસીસી નિયમમાં ફેરફાર કરતા આ સબસ્ટિટ્યુટ્સ ખેલાડીને ફિલ્ડીંગની સાથે બેટિંગ અને બોલિંગ […]

Top Stories Sports
Hardik Pandya 180919 Ge 1050 ICC નિયમમાં કરી શકે છે મોટો ઉલટફેર, સબસ્ટિટ્યુટ્સ ખેલાડી કરી શકશે બોલિંગ અને બેટિંગ

મેદાનમાં ક્રિકેટ રમતી વેળાએ જો કોઇ ખેલાડીને ઈજા પહોચે છે ત્યારે ટીમને મોટો ઝાટકો લાગી જાય છે, ત્યારે તેના સ્થાને આવેલા ખેલાડીની મદદ માત્ર ફિલ્ડીંગમાં જ લઇ શકાય છે. જેને લઇને ઘણીવાર ટીમને હારનો સામનો પણ કરવો પડતો હોય છે. જો કે હવે આઈસીસી નિયમમાં ફેરફાર કરતા આ સબસ્ટિટ્યુટ્સ ખેલાડીને ફિલ્ડીંગની સાથે બેટિંગ અને બોલિંગ કરવાની તક પણ આપી શકે છે. રમતને વધુ સુરક્ષિત બનાવવા આઈસીસી આ નિયમને લાગુ કરી શકે છે.

dimuthkarunaratne020219 0 ICC નિયમમાં કરી શકે છે મોટો ઉલટફેર, સબસ્ટિટ્યુટ્સ ખેલાડી કરી શકશે બોલિંગ અને બેટિંગ

આ નિયમ આપને આગષ્ટમાં થનારી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એશેજ સીરીઝમાં જોવા મળી શકે છે. આ નિયમાનુસાર મેદાનમાં કોઇ ખેલાડી ઈજાગ્રસ્ત થઇ જાય છે ત્યારે તેના સ્થાને આવનાર સબસ્ટિટ્યુટ્સ ખેલાડી હવે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકશે. આ ખેલાડીને કન્વેંશન સબ્સ્ટીટ્યૂશન કહેવામાં આવશે. અત્યાર સુધી સબસ્ટિટ્યુટ્સ ખેલાડી માત્ર ફિલ્ડીંગ જ કરી શકતો હતો. સુત્રોની માનીએ તો આ નવા નિયમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરવામા આવી શકશે.

ીહતાે મપોલુા ICC નિયમમાં કરી શકે છે મોટો ઉલટફેર, સબસ્ટિટ્યુટ્સ ખેલાડી કરી શકશે બોલિંગ અને બેટિંગ

ઉલ્લખનીય છે કે, 2019 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાનાં હાશિમ આમલા અને બાદમાં ઓસ્ટ્રેલિયાનાં એલેક્સ કૈરી અલગ-અલગ મેચોમાં જોફ્રા આર્ચરનાં બોલ પર ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જો કે આ દરમિયાન હાશિમ આમલાએ મેદાન છોડી દીધુ હતુ, પરંતુ એલેક્સ કૈરીએ ઈજા થઇ હોવા છતા ચહેરા પર પટ્ટી બાંધીને મેચ રમી હતી.

752886 imam ground afp ICC નિયમમાં કરી શકે છે મોટો ઉલટફેર, સબસ્ટિટ્યુટ્સ ખેલાડી કરી શકશે બોલિંગ અને બેટિંગ

જો મેડિકલ સ્ટાફને કે ડોક્ટરને લાગે કે ખેલાડીનાં માથા પર ઈજા ગંભીર છે તો તેમણે કે મેચ રેફરીએ આ વાત જણાવવાની રહેશે, ત્યારે જઇને  તે ઈજાગ્રસ્ત બેટ્સમેનનાં સબ્સ્ટીટ્યૂટને મેદાનમાં ઉતરવાની પરવાનગી મળશે. જે ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ મેદાન પર સબ્સ્ટીટ્યૂટને ઉતારવામાં આવ્યો છે, તેને ત્યા સુધી ફરી મેદાન પર ઉતરવાની પરવાનગી નહી મળી શકે જ્યા સુધી ડોક્ટર તેને સ્વસ્થ જાહેર ન કરે.

26phillip hughes ICC નિયમમાં કરી શકે છે મોટો ઉલટફેર, સબસ્ટિટ્યુટ્સ ખેલાડી કરી શકશે બોલિંગ અને બેટિંગ

2019ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ટૂર પર ગયેલી શ્રીલંકાની ટીમનાં કુશલ મેંડિસ અને દિમુથ કરૂણારત્નેનાં માથા પર બોલ વાગવાથી ઈજા થઇ ગઇ હતી. જેના કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને કરૂણારત્નેને પણ આગળ રમવાની અનુમતી આપવામાં આવી નહોતી. જે પછી ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિંચએ કન્વેંશન સબ્સ્ટીટ્યૂશન નિયમને લાગુ કરવાની વાત કહી હતી. જો કે આ પ્રકારનાં નિયમની ચર્ચા ઓસ્ટ્રેલિયાનાં ખેલાડી ફિલ હ્યૂઝની મોત બાદ જ શરૂ થઇ ગઇ હતી. હ્યૂઝ નવેમ્બર 2014માં શૈફીલ્ડ શીલ્ડ મેચમાં માથા પર બોલ વાગવાથી ઈજાગ્રસ્ત થઇ ગયા હતા અને બાદમાં તેની મોત થઇ ગઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.