Cricket/ આઈસીસી ટી 20 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર, આ તારીખે આમને-સામને આવશે ભારત-પાકિસ્તાન

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 નું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે

Top Stories Sports
1 161 આઈસીસી ટી 20 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર, આ તારીખે આમને-સામને આવશે ભારત-પાકિસ્તાન

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 નું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ 14 નવેમ્બરે દુબઇમાં રમાશે. ટી 20 વિશ્વકપનું મુખ્ય આકર્ષણ ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે રમાનારી મેચ રહેશે.

1 162 આઈસીસી ટી 20 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર, આ તારીખે આમને-સામને આવશે ભારત-પાકિસ્તાન

આ પણ વાંચો – Cricket / શું હવે રાશિદ ખાન-મોહમ્મદ નબી IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમી શકશે ખરા?

જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇને બેઠા હતા તે આઈસીસીએ ટી 20 વર્લ્ડ કપ 2021 નું સમયપત્રક હવે જાહેર કરી દેવામાં આવ્યુ છે. ટી 20 વર્લ્ડ કપ 2021 ટૂર્નામેન્ટ 17 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. અને 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાશે. આપને જણાવી દઈએ કે યુએઈની મેચ ઓમાન, અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં યોજાશે. તેમજ 8 દેશોની ક્વોલિફાઇંગ મેચો 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચમાં ભાગ લેવા જઇ રહી છે. આમાંથી ચાર ટીમો સુપર-12 તબક્કા માટે ક્વોલિફાય થશે. આપને જણાવી દઈએ કે, આ વખતે સુપર 12 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અને ક્વોલિફાઇંગ મેચો સુપર-12 મેચો પહેલા રમાશે. આઈસીસીએ ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોને યુએઈમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે આઠ અધિકારીઓ સાથે 15 ખેલાડીઓ લાવવાની મંજૂરી આપવામાં આવી છે. 15 ખેલાડીઓની યાદી અને કોચનાં આઠ અધિકારીઓ અને સહયોગી સભ્યો મોકલવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

1 163 આઈસીસી ટી 20 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર, આ તારીખે આમને-સામને આવશે ભારત-પાકિસ્તાન

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ મેદાન પર જે તણાવ ઉભો કર્યો તેણે અમને જીતવામાં મદદ કરીઃ કોહલી

આપને જણાવી દઈએ કે, ટી ​​20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 2016 પછીનો પ્રથમ ટી 20 વર્લ્ડ કપ હશે. છેલ્લી વખત વેસ્ટ ઇન્ડીઝે ઈંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. ભારતે સુપર-10 ની ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પરંતુ સેમીફાઇનલમાં ભારતને વિન્ડીઝનાં હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ફરી એકવાર તમામની નજર ભારત અને પાકિસ્તાન મેચ પર રહેશે. બંને દેશોનાં ક્રિકેટ ચાહકો લાંબા સમય બાદ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે, આ વર્લ્ડ કપ બંને દેશોનાં લોકોને ફરી એક વખત સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે?