Ahmedabad/ અમદાવાદમાં 20 વર્ષ બાદ ફરી વહીવટદારનુ શાસન, જાણો કોણ બન્યા 8 માં વહીવટદાર

અમદાવાદ મહાનગરપાલિકા સહિત અન્ય છ મહાનગરપાલિકામાં વહિવટી વડા તરીકે કમિશનરને સત્તા સોપવામાં આવી જેનો સોમવાર થી જ તમામ એ ચાર્જ સાંભળી લીધો છે..

Top Stories Ahmedabad Gujarat
a 211 અમદાવાદમાં 20 વર્ષ બાદ ફરી વહીવટદારનુ શાસન, જાણો કોણ બન્યા 8 માં વહીવટદાર

@રીમા દોષી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ મહાનગરપાલિકા સહિત અન્ય છ મહાનગરપાલિકામાં વહિવટી વડા તરીકે કમિશનરને સત્તા સોપવામાં આવી જેનો સોમવાર થી જ તમામ એ ચાર્જ સાંભળી લીધો છે. આગામી સમયમાં નવા ચૂંટાયેલ નવા હોદ્દેદારોની નિમણૂક થાય ત્યા સુધી મહાનગરપાલિકાની તમામ સત્તા વહિવટી વડા તરીકે કમિશનરે અપાઇ છે. જે અનુસંધાને રાજ્યના શહેરી વિકાસ દ્વારા સર્ક્યુલર પણ જાહેર કરી દેવામાં આવ્યો.ત્યારે તમામ મહાનગર પાલિકામાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે મ્યુનિસિપલ કમિશનરને જ વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ત્યારે અમદાવાદમાં અત્યાર સુધી 3 વખત વહીવટદારનું શાસન આવી ચૂક્યું છે .. જેમાં 7 જેટલા અધિકારીઓ વહીવટદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ત્યારે 13 ડિસેમ્બર 2020 થી ચોથી વખત વહીવટદાર નું સશન અમલી બન્યું જે માં 8 માં વહીવટદાર તરીકે મુકેશ કુમારની નિયુક્તિ થઈ છે.

આ છે અત્યાર સુધીનાં વહીવટદારો અને તેમનો સમયગાળો

એસ એ ગંગોપાધ્યાય 11-03-74 થી 1-09-74
ચં ચી ડોકટર 2-974 થી 21-09-75
આર કે અંકલેશ્વરીયા 22-09-75 થી 9-1-76

કે વી ભાનુજન 1-11-93 થી 25-09-94
જી સુબ્બારાવ 26-09-94 થી 31-10-94
પી કે ઘોષ 1-11-94 થી 30-6-95

પી કે લહેરી 1-7-2000 થી 15-10-2000

આમ આઠમા વહીવટદાર તરીકે મુકેશ કુમાર એ આજે ચાર્જ સાંભળો છે. પરંતુ તે મને ચોક્કસ સત્તાઓ જ આપવામાં આવી છે.નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા તેમને આવામાં આવી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…