Cricket/ ICC ટેસ્ટ રેન્કિંગ્સ : કોહલી 5માં નંબરે ખસક્યો, તો રુટ ત્રીજા ક્રમાંકે પહોંચ્યો

ICC એ બુધવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ને બેટ્સમેન રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન થયા ની સાથે એ પાંચમા ક્રમે આવી ગયો છે. નવેમ્બર 2017 પછી પહેલીવાર કોહલી આટલા નીચેના ક્રમે આવ્યો છે.

Sports
kohali and root ICC ટેસ્ટ રેન્કિંગ્સ : કોહલી 5માં નંબરે ખસક્યો, તો રુટ ત્રીજા ક્રમાંકે પહોંચ્યો

ICC એ બુધવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બેટ્સમેન રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન થયા ની સાથે પાંચમા ક્રમે આવી ગયો છે. નવેમ્બર 2017 પછી પહેલીવાર કોહલી આટલા નીચેના ક્રમે આવ્યો છે.

ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 50 રનની ઇનિંગ્સ રમનાર ઓપનર શુભમન ગિલને 7 સ્થાનનો ફાયદો થયાની સાથે ગિલ 40મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે અણનમ 85 રન બનાવનાર વોશિંગ્ટન સુંદરને 2 સ્થાનનો ફાયદો સાથે 81મા ક્રમે પહોંચી ગયો છે.વિરાટ સિવાય ટીમ ઇન્ડિયા ના સૌથી મુખ્ય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પણ ટોપ-10માં છે અને એ 7 ક્રમે યથાવત રહ્યો છે. ચેન્નઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ધમાકેદાર 91 રનની ઇનિંગ્સ રમનાર ઋષભ પંતે એનો 13મો ક્રમાંક જાળવી રાખ્યો છે.

જ્યારે ટીમ ઇન્ડિયા સામે ચેન્નઈમાં ડબલ સેન્ચુરી મારનાર ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને 2 સ્થાનનો ફાયદો હોવા થી એ ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ નો કેપ્ટન કેન વિલિયમ્સન 919 પોઈન્ટ્સ પ્રથમ ક્રમે જ્યારે સ્ટીવ સ્મિથ 891 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…