IPL Auction/ અર્જુન તેંડુલકર પણ IPL માં રમતો જોવા મળશે, જાણો કઇ ટીમે તેને ખરીદ્યો

આઈપીએલની હરાજીમાં દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ સૌથી મોંઘા વેચાયો છે….

Sports
PICTURE 4 258 અર્જુન તેંડુલકર પણ IPL માં રમતો જોવા મળશે, જાણો કઇ ટીમે તેને ખરીદ્યો

આઈપીએલની હરાજીમાં દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ સૌથી મોંઘો વેચાયો છે, મોરિસને રાજસ્થાન રોયલ્સે 16 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે. મોરિસ આઈપીએલ હરાજીનાં ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ ખેલાડી બન્યો છે. આ પહેલા યુવરાજ સિંહ પર સૌથી વધુ ખર્ચાળ ખેલાડી હતો.

IPL Auction / આ 5 વિદેશી ખેલાડીઓ થયા માલામાલ, આ ખેલાડી બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

આપને જણાવી દઇએ કે, દરેકની નજર સચિન તેંડુલકરનાં પુત્ર અર્જુન તેંડુલકર પર હતી. ઘણી રીતે અર્જુનની હરાજી અંગે અટકળો થઈ હતી. હરાજીનાં અંતે આખરે અર્જુનનાં નામની ઘોષણા કરવામાં આવી અને મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીએ પહેલી બોલી લગાવી. મુંબઈ ઈન્ડિયન્સની બોલી બાદ બીજી કોઈ ટીમે અર્જુનને ખરીદવામાં કોઈ રસ દાખવ્યો નહીં. છેવટે, અર્જુનને તેની બેઝ પ્રાઈસ 20 લાખમાં ખરીદવામાં આવ્યો અને અંતે તે મુંબઈમાં જોડાયો.

IPL / કૃષ્ણપ્પા ગૌતમ માલામાલ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો

જો કે, અર્જુન અગાઉ પણ મુંબઈ ઈન્ડિયન્સને ટેકો આપતો જોવા મળ્યો છે. ચાહકોને પણ આશા હતી કે અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ ખરીદશે. આઇપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સની ટીમે મહત્તમ 9 ખેલાડીઓ ખરીદ્યા છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે હરાજીમાં આઠ ખેલાડીઓ ખરીદ્યા અને તેમને ટીમમાં શામેલ કર્યા. લેફ્ટહેન્ડ બેટ્સમેન અને ફાસ્ટ બોલર અર્જુન એક શાનદાર ખેલાડી છે જે મુંબઈ ઈન્ડિયન્સને ફાયદો પહોંચાડી શકે છે. અર્જુન મુંબઇ તરફથી ડોમેસ્ટીક ક્રિકેટ પણ રમ્યો છે. અત્યાર સુધીમાં તે મુંબઇ તરફથી રમવામાં આવેલી 2 ટી-20 મેચ રમી ચૂક્યો છે અને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ