Not Set/ ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

ગુરુવારથી ઈંગ્લેન્ડમાં વિશ્વ કપની શરૂઆત થવા જઇ રહી છે. જેને આપ બપોરે 3 વાગ્યાથી લાઇવ જોઇ શકશો. અત્યાર સુધી અભ્યાસ મેચ ચાલી રહી હતી પરંતુ હવે ખરા અર્થમાં પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. થોડી ક્ષણોમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ ઈતિહાસનાં 12માં વિશ્વ કપ માટે દુનિયાનાં બેસ્ટ 10 ટીમો વચ્ચે ઘમાસાન શરૂ થઇ જશે. આ […]

Top Stories Sports
ICC ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

ગુરુવારથી ઈંગ્લેન્ડમાં વિશ્વ કપની શરૂઆત થવા જઇ રહી છે. જેને આપ બપોરે 3 વાગ્યાથી લાઇવ જોઇ શકશો. અત્યાર સુધી અભ્યાસ મેચ ચાલી રહી હતી પરંતુ હવે ખરા અર્થમાં પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. થોડી ક્ષણોમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ ઈતિહાસનાં 12માં વિશ્વ કપ માટે દુનિયાનાં બેસ્ટ 10 ટીમો વચ્ચે ઘમાસાન શરૂ થઇ જશે. આ વિશ્વ કપની મેચ 11 મેદાનોમાં થશે જ્યા 48 મેચોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે જોવાનું રહેશે કે કઇ ટીમ આ વખતે વિશ્વ કપને મેળવી શકે છે.

ઓસ્ટ્રેલિયા

Aus ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

ઓસ્ટ્રેલિયાનાં ભારત પ્રવાસ પહેલા ટીમને લઇને વિશ્વ કપ બનવા પર કોઇપણ દાવ લગાવી રહ્યા નહોતા. ભારત સામે 3-2થી જબરદસ્ત દેખાવ બાદ હવે તેની વિશ્વ કપ જીતવાની આશાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા કુલ 5 વખત વિશ્વ વિજેતા રહી ચુકી છે.

વેસ્ટ ઈંન્ડિઝ

clive lloyd 1418618036 ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

તાજેતરમાં રમાયેલી આઇપીએલમાં સારુ પ્રદર્શન જો કોઇનું જોવા મળ્યુ હોય તો તે વેસ્ટ ઈંન્ડિઝનાં ખેલાડીઓનું જ જોવા મળ્યુ હતુ. વેસ્ટ ઈંન્ડિઝ પાસે ક્રિસ ગેલ, આંદ્રે રસલ, શિરમન હેટમાયર, શાઇ હોપ, ઈવિન લુઇસ જેવા ઘાતક બેટ્સમેનો છે. પ્રદર્શન સારુ રહ્યુ ત્યારે કોઇ એક બેટ્સમેન પણ પોતાની ટીમને જીત તરફ અગ્રેસર કરવામાં સફળ બની શકે છે. વેસ્ટ ઈંન્ડિઝ કુલ 2 વખત વિશ્વ વિજેતા બનવામાં સફળ રહ્યુ છે.

ભારત

2011 WC ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

વિરાટ કોહલીની ટીમ વિશ્વ કપ જીતવા માટે સૌથી વધુ દાવેદાર બનીને સામે આવી છે. અભ્યાસ મેચમાં જ્યા નંબર 4 નો ભેદ કે.એલ.રાહુલે ખોલી દીધો છે, તો ધોનીએ પણ શતક લગાવી પોતાના ફોર્મમાં આવી ગયા હોવાનુ જણાવી દીધુ છે. ભારતની ટીમ આ પહેલ કુલ 2 વખત વિશ્વ કપ જીતવામાં સફળ રહી છે.

પાકિસ્તાન

0f3a59eab5281870dc3bfa5e271a1629 ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

ICC રેકિંગમાં છઠ્ઠા નંબર પર રહેલી પાકિસ્તાનની ટીમ અભ્યાય મેચોમાં ભલે અફઘાનિસ્તાનની સામે હારી ગઇ હોય, તે છતા તેને હલકામાં લેવાની ભૂલ કોઇ અન્ય ટીમો નહી કરી શકે. પાકિસ્તાનની ટીમ પોતાની તોફાની બોલિંગનાં કારણે સૌથી વધુ જાણીતી છે અને આ વખતે આ ટીમ બોલિંગ પાવરથી વિરોધી ટીમને ધૂળ ચટાવી શકે તેવો વિશ્વાસ પાકિસ્તાનનાં કેપ્ટનનો છે. પાકિસ્તાન આ પહેલા કુલ 1 વખત વિશ્વ કપ જીતી ચુકી છે.

શ્રીલંકા

Arjuna Ranatunga with World Cup 1996 ICC World Cup : વિશ્વ કપમાં કઇ ટીમ કેટલી વખત બની ચેંમ્પિયન, જાણો

શ્રીલંકાની ટીમ વિશે હાલમાં કહેવાય છે કે, તે ટીમ વિશ્વ કપની સેમીફાઇનલમાં પ્રવેશ નહી કરી શકે. તેમ છતા ટીમને હલકામાં લેવાની ભૂલ કોઇ વિરોધી ટીમ નહી કરી શકે. એ વાત સાચી છે કે તેમના ખાસ ખેલાડીઓ કે જેમના પર વિશ્વાસ મુકી તેઓ હારી બાજી પણ જીતી શકતા હતા તે હાલમાં નથી પરંતુ ટીમને બહારથી પ્રોત્સાહન વધુ મળી રહેશે તેવી અતકળો પણ સામે આવી રહી છે. શ્રીલંકા આ પહેલા કુલ 1 વખત વિશ્વ કપ જીતી શક્યુ છે, જે દરમિયાન તેની પાસે દુનિયાનાં સૌથી ધમાકેદાર બેટ્સમેનો  હતા, જેમા સનથ જયસુર્યા, અરવિંદ ડિસિલ્વા, અર્જુના રણતુંગા હતા.