Not Set/ ICC World Cup, SA vs BAN : બાંગ્લાદેશે તેની પહેલી જ મેચમાં કર્યો મોટો ઉલટફેર, દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવ્યું

વિશ્વકપની પાંચમી મેચમાં બાંગ્લાદેશ ટીમે મોટો ઉલટફેર કર્યો છે. ધમાકેદાર બેટીંગ બાદ શાનદાર બોલીંગનાં દમ પર બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવી દીધુ છે. બાંગ્લાદેશની ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન મુશફિકર રહીમે સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશનાં સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને 75 રન બનાવી ટીમને મોટા સ્કોર સુધી પહોચાડવામાં મદદ કરી […]

Top Stories Sports
March 20 2020 5 ICC World Cup, SA vs BAN : બાંગ્લાદેશે તેની પહેલી જ મેચમાં કર્યો મોટો ઉલટફેર, દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવ્યું

વિશ્વકપની પાંચમી મેચમાં બાંગ્લાદેશ ટીમે મોટો ઉલટફેર કર્યો છે. ધમાકેદાર બેટીંગ બાદ શાનદાર બોલીંગનાં દમ પર બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવી દીધુ છે. બાંગ્લાદેશની ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન મુશફિકર રહીમે સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશનાં સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને 75 રન બનાવી ટીમને મોટા સ્કોર સુધી પહોચાડવામાં મદદ કરી હતી.

twt1 ICC World Cup, SA vs BAN : બાંગ્લાદેશે તેની પહેલી જ મેચમાં કર્યો મોટો ઉલટફેર, દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવ્યું

પહેલા બેટીંગ કરવા ઉતરેલી બાંગ્લેદેશની ટીમે 50 ઓવરમા 6 વિકેટનાં નુકસાને 330 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 309 રન બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની આ સતત બીજી હાર છે. બાંગ્લાદેશની ટીમે આ પહેલા 2007 વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ હતુ. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ઈંગ્લેન્ડ સામે હાર મળી હતી.

બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાનાં કોઇ બોલરને હાવી થવાની તક આપી નહોતી. મેચમાં સૌથી વધુ રન મુશફિકર રહીમે બનાવ્યા હતા. જ્યા તેણે 80 બોલમાં 8 ચોક્કાની મદદથી 78 રન બનાવ્યા હતા. તેના સિવાય ટીમનાં ઓલરાઉંડર શાકિબ અલ હસને 84 બોલમાં 8 ચોક્કા અને 1 છક્કાની મદદથી 75 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં આવેલા મહમુદુલ્લાહએ નોટ આઉટ રહેતા 46 જ્યારે સૌમ્ય સરકારે 42 રનનું યોગદાન આપ્યુ હતુ.

tw2 ICC World Cup, SA vs BAN : બાંગ્લાદેશે તેની પહેલી જ મેચમાં કર્યો મોટો ઉલટફેર, દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી ફેહલુકવાયો, ક્રિસ મોરિસ અને ઈમરાન તાહિરે 2-2 વિકેટો ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી કેપ્ટન ફેફ ડુપ્લેસીએ સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તે સિવાય જે પી ડ્યુમીનીએ 45 રન, ઓપનર એડન માર્કરમે 45 તો વેન ડેર ડ્યુસેને 41 રન બનાવી ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની હારનું મોટુ કારણ તેની ખરાબ બોલીંગ તો બીજી તરફ બાંગ્લાદેશની આક્રમક બોલીંગ હતુ. બાંગ્લેદેશનાં ફાસ્ટ બોલર મુસ્તાફિજુર રહમાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ત્યારે મોહમ્મદ સૈફુદ્દીને 2 વિકેટ જ્યારે મેહદી હસન અને શાકિબ અલ હસને 1-1 વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. આ મેચમાં શાકિબ અલ હસને પોતાના કેરિયરની 250 વિકેટ ઝડપી હતી.

twt3 ICC World Cup, SA vs BAN : બાંગ્લાદેશે તેની પહેલી જ મેચમાં કર્યો મોટો ઉલટફેર, દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવ્યું

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાને ગુરુવારે ઈંગ્લેન્ડે 104 રનનાં મોટા અંતરથી હરાવ્યુ હતુ. જ્યા પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 311 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બેન સ્ટોક્સે કર્યા હતા. ટાગ્રેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 207 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. જો કે હવે દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે ઓવલનાં મેદાનમાં સારુ પ્રદર્શન કરી જીત મેળવવાની તક છે. જો બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો તે દક્ષિણ આફ્રિકાની ટીમની સરખામણીમાં કમજોર ગણાય છે. તે છતા બાંગ્લાદેશની ટીમને કમજોર સમજવાની ભૂલ દક્ષિણ આફ્રિકાનાં ખેલાડીઓ નહી કરે. ટીમને લીડ કરી રહેલા દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુપ્લેસીએ ટીમની પહેલી હાર બાદ કહ્યુ હતુ કે, ટીમને ડરવાની કોઇ જરૂર નથી. હજુ આપણી પાસે વાપસી કરવાની ઘણી તકો છે. જોવાનું રહેશે કે આ મેચમાં દક્ષિણ આફ્રિકા કઇ રણનીતિ સાથે ઓવલનાં મેદાનમાં ઉતરશે.

twt4 ICC World Cup, SA vs BAN : બાંગ્લાદેશે તેની પહેલી જ મેચમાં કર્યો મોટો ઉલટફેર, દક્ષિણ આફ્રિકાને 21 રને હરાવ્યું

બાંગ્લાદેશ ટીમ

મશરફે મુર્તઝા(કેપ્ટન), તામિમ ઈકબાલ, સૌમ્યા સરકાર, મુશફિકર રહીમ, લિટન દાસ, શાકિબ અલ હસન, શબ્બીર રહમાન, મહમુદુલ્લાહ રિયાદ, મોહમ્મદ મિથુન, મુસદ્દક હુસૈન, મેહદી હસન, રૂબેલ હુસૈન, અબુ જાયેદ, મુસ્તાફિજૂર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન.

દક્ષિણ આફ્રિકા ટીમ

ફેફ ડુપ્લેસીસ(કેપ્ટન), ક્વિંટન ડીકોક, એડેન માર્કરામ, હાશિમ અમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, ડેલ સ્ટેન, એંડિલે ફેહલુકવે, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, એનરિચ નોર્ટજે.