ષડયંત્ર/ ‘જો મને કોઇ 5 કરોડ આપે તો હુ PM મોદીને મારી નાખીશ’, જાણો કોણે કરી આ પોસ્ટ

દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનું કાવતરુ રચવામાં આવી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે.

Trending

આજનાં યુગમાં સોશિયલ મીડિયા એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. હાલમાં સોશિયલ મીડિયા એ વાર્તાલાભનાં સૌથી મોટા માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. આ દ્વારા સામાજિક વિચારો, કન્ટેન્ટ, માહિતી અને સમાચારો ખૂબ ઝડપથી શેર કરી શકાય. પરંતુ કેટલાક લોકો તેનો દુરૂપયોગ પણ કરે છે અને તેમના નકારાત્મક ઉદ્દેશ્યોથી સમાજમાં સમસ્યાઓ ઉભી કરે છે. જો કે, હવે ટેક્નોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે આવા લોકો જલ્દી પકડાઇ પણ જાય છે અને તેમના વિરુદ્ધ કડક પગલા પણ લેવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે, દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનું કાવતરુ રચવામાં આવી રહ્યું હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, પુડુચેરીનાં એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, જો કોઈ તેને 5 કરોડ રૂપિયા આપે છે, તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ હતી. જે બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી અને 43 વર્ષીય શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ  આરોપીની ઓળખ સત્યનંદમ તરીકે થઇ છે. તે આર્યનકુપ્પમ ગામનો રહેવાસી છે. તે વ્યવસાયે ઉદ્યોગપતિ છે. ગુરુવારે તેની ધરપકડ બાદ, તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, પોલીસે આરોપી વિરૂધ્ધ ગંભીર કલમોમાં ગુનો નોંધ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો