Bollywood/ જો રણબીર-દીપિકાની ફિલ્મમાંથી આ સીન્સ હટાવવામાં ન આવ્યા હોત તો સ્ટોરી અલગ હોત

આજે  પણ લોકો ટીવી પર યે જવાની હૈ દીવાની ખૂબ જ રસથી જુએ છે. આ ફિલ્મમાં દીપિકા-રણબીરની જોડીએ ચાહકોના દિલ જીતી લીધા હતા પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાંથી કેટલાક મહત્વના દ્રશ્યો હટાવવામાં આવ્યા છે, જુઓ વીડિયો.

Entertainment
રણબીર-દીપિકા

વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ભાગ્યે જ કોઈએ નહીં જોઈ હોય. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સાથે યુવાનો ખુબ જ કનેક્ટ થયા  હતા. બ્રેકઅપ બાદ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ પહેલીવાર આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

‘યે જવાની હૈ દીવાની’માં સિમ્પલ નૈના સામે તેજ બન્નીની એક પણ ન ચાલવી. પ્રેમમાં ક્યારેય વિશ્વાસ ન કરનાર નૈનાને બન્નીથી પ્રેમ થઇ જાય છે,આ સ્ટોરી દર્શકોને પસંદ આવી અને ફિલ્માં દરેક સીન સાથે ચાહકો કનેક્ટ થયા હતા. ફિલ્મના ડાયલોગ હોય કે પછી લોકેશન હોય કે કલાકારોના પાત્રો હોય, બધું જ અયાન મુખર્જીએ સુંદર રીતે દર્શાવ્યું હતું.

તમને કદાચ ખબર નહીં હોય કે આ ફિલ્મમાંથી એવા ઘણા  બધા સીન છે જેને ડિલીટ કરવામાં આવ્યા છે, જે તે ફિલ્મમાં હોત તો ફિલ્મની સ્ટોરી કંઇક અલગ જ બની શકી હોત. આજે એવા જ કેટલાક સીન્સની વાત અમે કરી રહ્યા છીએ અને તમને બતાવીશું પણ કે ક્યાં સીન્સ કટ થયા છે.

નૈના અને તેની માતા શાકભાજી ખરીદે છે

તમને તે દ્રશ્ય તો યાદ હશે, જ્યારે નૈના (દીપિકા પાદુકોણ) તેની માતા સાથે શાકભાજી ખરીદવા જાય છે અને ત્યાં તે અદિતિ (કલ્કી કોચલીન) ને મળે છે, જ્યાં નૈનાની માતા અદિતિ પર કમેન્ટ  કરે છે.

જો કે, ફિલ્મમાં વચ્ચે એક નાનકડી ક્લિપ પણ હતી, જ્યાં નૈનાની માતા તેને પૂછે છે કે તેને કયું શાક લેવું જોઈએ, જેના પર નૈના ભીંડીનું સૂચન કરે છે. જો કે, નૈનાની માતા ગાજર ઉપાડે છે અને કહે છે કે તેનાથી તમારી આંખોની રોશની સુધરશે.

નૈનાનું બન્નીને ટ્રેનમાં  સીટ પાછી આપવાનું

જો તમને યાદ હોય તો, નૈના અચાનક મનાલીની ટ્રિપ પર જવાનો પ્લાન બનાવે છે, જેના કારણે ટ્રેન બધી સીટો બુક થઈ જાય છે અને બન્ની તેને પોતાની સીટ આપે છે, તે પછી બીજા દિવસે સવારે મનાલીનું દ્રશ્ય બતાવવામાં આવે છે. જો કે, વચ્ચે એક અન્ય સીન શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં નૈના અડધી રાત્રે જાગી જાય છે, ત્યારે તે જુએ છે કે બન્ની ત્યાં નથી. જ્યારે તે ટ્રેનમાં ફાટક તરફ આવે છે, ત્યારે બન્ની ત્યાં ફાટક પાસે બેઠો છે. બન્નીને જોઈને નૈના તેને કહે છે કે તેની સીટ ખાલી છે અને તે ત્યાં જઈને સૂઈ શકે છે, પરંતુ બન્નીએ તેને ના પડી દે છે.

નૈનાની માતા અને બન્નીની મુલકાત  

‘યે જવાની હૈ દીવાની’માં નૈના અને બન્નીની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી, પરંતુ નૈના (દીપિકા પાદુકોણ)ની માતા સાથે બન્ની (રણબીર)ની મુલાકાત ક્યાંય બતાવવામાં આવી  નથી. આવું એટલા માટે થયું કારણ કે અંતિમ એડિટમાં અયાન મુખર્જીએ આ સીનને પણ ફિલ્મમાંથી હટાવી દીધો હતો. આ સીનમાં નૈનાની સાથે તેની માતા પણ લગ્નમાં હાજરી આપવા ઉદયપુર આવે છે. આ સીનને ફાઈનલ ફિલ્મમાં બતાવવામાં આવ્યું નથી. આમાં જ્યારે બન્ની નૈનાના રૂમમાં ઘૂસી જાય છે, ત્યારે બાથરૂમમાંથી પાણીનો અવાજ આવતો હોય છે અને બન્નીને લાગે છે કે નૈના બાથરૂમમાં છે, પરંતુ પછીથી ખબર પડે છે કે તે નૈના નથી, પરંતુ તેની માતા છે.

નૈના બન્ની માટે કપડાં પસંદ કરે છે  

ફિલ્મમાં બન્નીના પાત્રને એક એવા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યું હતું જે ક્યારેય ઉભું રહેવા માંગતો ન હતો. જ્યારે બન્ની ઉદયપુર આવે છે, ત્યારે તે અદિતિના લગ્ન છોડીને શહેરમાં ફરવા જવાનો પ્લાન બનાવે છે, પરંતુ નૈના તેને મનાવીને રોકી લે  છે. આટલું જ નહીં, બન્ની લગ્નમાં શું પહેરશે તેનો નિર્ણય પણ નૈના લે છે. આ સીન પણ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.

કેવી છે અદિતિ અને નૈનાની મિત્રતા

મનાલી ટ્રીપ આ ફિલ્મની સૌથી મોટી યુએસપી છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે બન્ની અદિતિ અને અવિને મળે છે અને તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. જોકે બન્ની નૈનાને સમયાંતરે દિલાસો આપે છે, પરંતુ અવિ અને અદિતિ સાથે તેની મિત્રતા કેવી રીતે ગાઢ બને છે તે ફિલ્મમાં વધુ પ્રકાશિત કરવામાં આવ્યું નથી.

વાસ્તવમાં, જ્યારે નૈના મનાલી ટ્રિપ પર જાય છે અને બધા ત્યાં એક ટેન્ટમાં રહે છે, ત્યારે અદિતિ નૈનાને પૂછે છે કે તે ખરાટે તો નથી લેતી ને, જેના જવાબમાં નૈના ના કહે છે, જેના પછી અદિતિ નૈનાને તેની રૂમમેટ બનાવે છે. અને બંનેની મિત્રતા ત્યાંથી શરૂ થાય છે.