ગુરુવારે મુંબઈના અંધેરી વિસ્તારમાં એક હોટલના રૂમમાં 30 વર્ષીય મોડલનો મૃતદેહ પંખાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મોડલે બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ હોટલમાં ચેક-ઇન કર્યું અને ડિનરનો ઓર્ડર પણ આપ્યો. હાઉસકીપિંગ સ્ટાફના વારંવાર ફોન કરવા છતાં તેણે ગુરુવારે દરવાજો ખોલ્યો ન હતો. આ પછી હોટલના મેનેજરે પોલીસને જાણ કરી. હોટલ પર પહોંચીને પોલીસે માસ્ટર કી વડે રૂમ ખોલ્યો તો મોડલની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટ પર મોડલે લખ્યું, “માફ કરજો, આના માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી. હું માત્ર શાંતિ ઈચ્છું છું.” વર્સોવા પોલીસે એડીઆર હેઠળ કેસ નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અહીં નવરાત્રી દરમિયાન ચણીયા ચોલી અને સાડી પહેરીને ગરબા કરે છે પુરુષો, સદીઓ જૂની છે આ પરંપરા
આ પણ વાંચો: RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો,લોન થશે મોંઘી
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલીઝંડી