રાજયમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ત્યારે બીજી તરફ હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે. આગામી હોળી-ધૂળેટીના પર્વને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 28 માર્ચના રોજ હોળીનો પર્વ આવી રહ્યોછે ધાર્મિક રીતે હોલિકા દહન કરીને રાત્રિ કર્ફ્યુ સમય પહેલા લોકો દર્શન કરી પોતાના ઘેર જતા રહે તે માટે રાજકોટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ ધુળેટીના દિવસે જાહેરમાં રમતા પક્ડાશો તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ હોળી-ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં કામધેનુ આયોગ દ્વારા વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 મહાનગરોમાં રાત્રિ ક્ર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.તેમજ ધાર્મિક સ્થળો પણ બંધ રાખવાની અપીલ કરાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
