Business/ ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સુચનાઓ જરુર વાંચી લો, નહીંતર નહીં મળે એન્ટ્રી

દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસ રોગચાળો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એક વાર ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોવિડ પ્રોટોકોલની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે ભારતીય રેલેવેએ સંક્રમણમાં વધારો હોવાથી, દેશભરમાં પેસેન્જર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. બાદમાં ધીમે ધીમે સેવાઓ શરૂ કરવામાં આવી હતી અને હવે 65 […]

Business

દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસ રોગચાળો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એક વાર ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોવિડ પ્રોટોકોલની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે ભારતીય રેલેવેએ સંક્રમણમાં વધારો હોવાથી, દેશભરમાં પેસેન્જર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. બાદમાં ધીમે ધીમે સેવાઓ શરૂ કરવામાં આવી હતી અને હવે 65 ટકાથી વધુ ટ્રેન ચાલી રહી છે.

લોકોને ટ્રેન સેવા શરુ થવા પર શાંતિ મળી છે, પરંતુ વધતા કોરોના ચેપથી ફરી એકવાર ચિંતા ઉભી થઈ છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતીને લઈને ભારતીય રેલવેએ ફરીથી લોકોને તમામ જરૂરી માર્ગદર્શિકાની કાળજી લેવાની સલાહ આપી છે.

રેલવે મંત્રાલયે ફરી એકવાર મુસાફરોને કોવિડ સુચનિાઓનું પાલન કરવાનું કહ્યું છે. ખાસ કરીને રાજ્યો તરફથી જાહેર કરાયેલ કોવિડ માર્ગદર્શિકાઓની કાળજી લેવી પણ મહત્વપૂર્ણ છે. મંત્રાલયે આ અંગે ટ્વીટ કર્યું છે.

માત્ર 100 રુપિયામાં ખાતું ખોલાવી મેળવો 7000 રુપિયા, જાણો શું છે સ્કીમ?

The virus trains: How unplanned lockdown chaos spread Covid-19 across India | Business Standard News

રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ મુસાફરી કરતા પહેલા આરોગ્યની સલાહ અંગે વિવિધ રાજ્યો દ્વારા જાહેર કરાયેલી સુચના વાંચે..

અનેક રાજ્યોમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે સરકાર દ્વારા જુદી જુદી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે કેટલાક રાજ્યોમાં, પ્રવેશ માટે કોરોના રસીનું પ્રમાણપત્ર અથવા આરટી-પીસીઆર નેગેટીવ પરીક્ષણ બતાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.