Not Set/ રાતે સૂતા પહેલા જો તમે ખાસો જંકફૂડ તો થઇ શકે છે મોટી સમસ્યા

આજે લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે તેઓ પોતાનુ ઘણીવાર ધ્યાન પણ રાખી શકતા નથી. ખાસ કરીને ઓફીસમાં બેસીને કામ કરનારાઓ માટે પોતાના સ્વાસ્થને જાળવવુ ઘણુ આવશ્યક બની જાય છે. આપને જણાવી દઇએ કે,  મોટાપો આજકાલ લોકોની આમ સમસ્યા બની ગયુ છે. બહારનું જંક ફૂડ ખાવાથી અને લાઈફસ્ટાઈલના કારણે શરીર પર ચરબી […]

Health & Fitness

આજે લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે તેઓ પોતાનુ ઘણીવાર ધ્યાન પણ રાખી શકતા નથી. ખાસ કરીને ઓફીસમાં બેસીને કામ કરનારાઓ માટે પોતાના સ્વાસ્થને જાળવવુ ઘણુ આવશ્યક બની જાય છે. આપને જણાવી દઇએ કે,  મોટાપો આજકાલ લોકોની આમ સમસ્યા બની ગયુ છે. બહારનું જંક ફૂડ ખાવાથી અને લાઈફસ્ટાઈલના કારણે શરીર પર ચરબી જામી જાય છે જેનાથી છૂટકારો મેળવવા ખૂબજ મુશ્કિલ થઈ જાય છે. તેના ખાવાની કેટલીક ચીજો પણ છે જેને જો રાતે ઊંઘતા પહેલા ખાવામાં આવે તો તેનાથી મોટાપો ઝડપી વધી શકે છે. જાણો કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જેનાથી વધતા શરીર પર ચરબી જામતા પહેલા નિયંત્રણ કરી શકો છો.

કેળા: રાત્રે ઊંઘતા પહેલા જો કેળાય ખાતા હોવ તો તે ટાળવું જોઈએ. કેળામાં વધુ માત્રામાં શુગર અને કેલેરી હોય છે જેનાથી વજન વધી શકે છે.

સફેદ માખણ: ઘરમાં બનાવામાં આવતું સફેદ માખણમાં પણ ફેટનું પ્રમાણ ભરપૂર હોય છે. રાતના સમયે આને ખાવાથી શરીર પર ચરબી વધી જાય છે.

મેદો: મેદામાં ખૂબજ માત્રામાં કેલેરી હોય છે જેને વજન વધારવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એવામાં રાતે ઊંઘતા પહેલા મેદાથી બનેલી બિસ્કિટ, પૂરી કે કોઈ પણ ચીજ ખાવાથી બચવું જોઈએ.

વ્હાઈટ બ્રેડ : વ્હાઈટ બ્રેડમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે શરીરની ચરબી વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.