Not Set/ 1લા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ‘દીદી’એ વોશરૂમમાં ચાકુ મારી દીધું, કારણ જાણશો તો ચોંકી જશો

લખનઉ, દિલ્હીની રયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં બીજા ધોરણમાં ભણતો પ્રદ્યુમનની હત્યાનો કેસ જુનો નથી થયો. ત્યાં આવો જ બીજો કિસ્સો ઉત્તરપ્રદેશમાં લખનઉ શહેરમાં બ્રાઈટલેન્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં બન્યો છે. મંગળવારે લખનઉના ત્રિવેણી નગરમાં આવેલી બ્રાઈટલેન્ડ ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતા ઋત્વિક પર સ્કુલના ટોઇલેટમાં હુમલો થયો હતો. 6 વર્ષના ઋત્વિકે પોલીસની પુછપરછ દરમ્યાન જણાવ્યું હતું […]

Top Stories
Untitled gg 1લા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને 'દીદી'એ વોશરૂમમાં ચાકુ મારી દીધું, કારણ જાણશો તો ચોંકી જશો

લખનઉ,

દિલ્હીની રયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં બીજા ધોરણમાં ભણતો પ્રદ્યુમનની હત્યાનો કેસ જુનો નથી થયો. ત્યાં આવો જ બીજો કિસ્સો ઉત્તરપ્રદેશમાં લખનઉ શહેરમાં બ્રાઈટલેન્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં બન્યો છે.

મંગળવારે લખનઉના ત્રિવેણી નગરમાં આવેલી બ્રાઈટલેન્ડ ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતા ઋત્વિક પર સ્કુલના ટોઇલેટમાં હુમલો થયો હતો.

6 વર્ષના ઋત્વિકે પોલીસની પુછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, સવારે સાડા દસ વાગ્યે પ્રાર્થનાનો ટાઇમ થઇ ગયો હતો. તે સમયે મારી જ સ્કુલની નાના વાળવાળી એક દીદી મારા પાસે આવી. તેણે મને નામ પૂછ્યું અને તેની જોડે જવા કહ્યું. એ પછી તે મને વોશરૂમમાં લઇ ગઈ અને મારા મોઢામાં દુપ્પટો ભરાઈ દીધો અને મારા બંને હાથ બાંધી દીધા.

આગળ ઋત્વિકે જણાવ્યું કે, દીદીએ ધારદાર ચાકુથી મારા પર ચાર વખત વાર કર્યા.

ઋત્વીકે જણાવ્યું હતું કે દીદીએ મને કહ્યું કે, જો તે મને જાનથી મારી નાખશે તો આજે સ્કુલમાં રજા મળી જશે.

ઋત્વીકના ઘાયલ થવાની જાણ એક શિક્ષકને થઇ હતી. વોશરૂમની બહાર પસાર થતા એક શિક્ષકે કોઈનો બૂમ પાડવાનો અવાજ સાંભળ્યો તેમણે જયારે દરવાજો ખોલ્યો તો ઋત્વિક લોહીના ખાબોચિયામાં તરફડીયા મારી રહ્યો હતો.

હુમલો કરનારી વિધાર્થીની તેના સ્કુલ ડ્રેસ પરથી છઠ્ઠા ધોરણ થી આઠમાં ધોરણમાં ભણતી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આ વિદ્યાર્થીનીને શોધવા માટેની તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, આખી સ્કુલમાં ૭૦ સીસીટીવી કેમેરા અને ૨૫ જેટલા મહિલા કર્મચારી હોવા છતાં પણ એકમાત્ર સ્કુલમાં રજા મળે એ હેતુથી નિર્દોષ બાળક પર હુમલો કરવાની ઘટના બની છે.