Recipe/ ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ

ચણા-મેથીનું અથાણું બનાવવા માટેની પરફેક્ટ રીત

Food Lifestyle
chana methi ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ

ચણા મેથીનું અથાણું બનાવવા માટેની સામગ્રી:
૧ વાડકી ચણા
૧ વાડકી મેથી
૨૫૦ ગ્રામ કેરી
૨૦૦ ગ્રામ આચાર મસાલો
તેલ જરૂર મુજબ

ચણા મેથીનું અથાણું બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ચણા અને મેથીને ધોઈ અલગ-અલગ ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ કેરીને ધોઈ કોરી કરી છાલ ઉતારી તેના નાના પીસ કરી તેમાં હળદર અને મીઠું ઉમેરીને ચાર થી પાંચ કલાક રહેવા દો. ચણા અને મેથીને પાણીમાંથી કાઢી કેરીના પાણીમાં બે થી ત્રણ કલાક પલાળી રાખો. ત્યારબાદ ચણા,મેથી અને કેરી ને કોટનના કપડામાં પહોળા કરી તેને સુકાવા દો. ત્યાર બાદ એક બાઉલમાં લઈ તેમાં ચણા, મેથી, કેરી અને આચાર મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરીને તેને ઢાંકીને રહેવા દો. પછી તેલને ગરમ કરી ઠંડું થવા દો. ત્યાર બાદ તેને એક બરણીમાં ભરી ઉપર થી તેલ ઉમેરો. તો તૈયાર છે આપણું ચણા મેથીનું સ્વાદિષ્ટ અથાણું..

આ પણ વાંચો-  દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

આ પણ વાંચો- દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે