સાવધાન/ આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો

વિશાલ પાસે આવેલો શાસ્ત્રી બ્રિજ પરથી નીકળો તો સાવધાન, હવે માત્ર નાના વાહનો જ કરી શકશે અવરજવર

Ahmedabad Gujarat Trending
ટુ વ્હીલર

અમદાવાદના વિશાલ પાસે આવેલો શાસ્ત્રી બ્રિજ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. જે બાદ વિશાલા નારોલ નેશનલ હાઇવે પરના બ્રિજ પરથી ભારે વાહનોના અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મુક્યો હતો. માત્ર પેસેન્જર રિક્ષા, ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે. આજથી બ્રિજ પરથી લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં.  કોઈપણ સૂચના વગર બ્રિજ આજથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વર્ષ 1970 માં બનેલા બ્રિજ ઉપર હાલ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છેલ્લા દોઢ વર્ષમાં બે વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી નથી. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ વર્ષ 2015માં બ્રિજના સમારકામ માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી હતી. આગામી 13 જૂનના રોજ બ્રિજના ટેન્ડર માટે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

શાસ્ત્રી બ્રિજ ઉપર ભારે વાહનો પસાર ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજનું લાંબા સમયથી સમારકામ ન કરતી NHAI મોડેથી જાગી છે. બ્રિજ ઉપર હાલ ભારે વાહનોને જતા રોકવા હાઈટ બેરીયર લગાવવામાં આવ્યું છે. જોકે, હાઈટ બેરીયર ન દેખાતા બસ અથડાઈ હોવાનો બનાવ બન્યો હતો. એક સાઈડનો બ્રિજ બંધ કરાતા બ્રિજના બીજા લેન ઉપર ટ્રાફિકનો ઘસારો વધ્યો છે. હાઈટ બેરિયરને કારણે બીજા લેન ઉપર ડબલ લેનમાં ટ્રાફિક શરુ થયો છે. જે પણ જોખમી બન્યું છે.

મહત્વનું છે કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો છે. મોટા વાહનો પસાર થાય તો ધ્રુજારી મારે છે. આ અંગેની જાણ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ ઘડ્યો હતો. તંત્રએ ફક્ત વ્હાઈટવોશ કરીને જ કામ ચલાવી લીધુ હતું. રસ્તા અને બ્રિજના સમારકામ માટે બજેટમાં રૂપિયાની ફાળવણી થતી હોવા છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ સત્તાધીશો કરી રહ્યા હતા. જોકે આ બ્રિજનું સમારકામ શરૂ ક્યારે થશે તે મોટો સવાલ છે.

આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

આ પણ વાંચો:મંતવ્ય ન્યુઝના વૃક્ષા રોપણ અભિયાન હેઠળ રાવીન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો,ધારાસભ્યએ વૃક્ષો વાવાની કરની

આ પણ વાંચો:ગાંજાનું વેચાણ કરનારા ઇસમે છ વર્ષની બાળકીને થાપાના ભાગે આપ્યા ડામ, પોલીસ ક્યારે કરશે કાર્યવાહી

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના નેતાની દાદાગીરી, આ એક સામાન્ય બાબત બંધ કરાવાને લઇ કર્યું ફાયરિંગ