ઉત્તર પ્રદેશ/ સીએમ યોગીની મહત્વની જાહેરાત ,એક મહિનામાં UPTETની પરીક્ષા લેવાશે

મૂળભૂત શિક્ષણ વિભાગના નિયામક સર્વેન્દ્ર વિક્રમ સિંહે કહ્યું કે પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

India
Untitled 309 3 સીએમ યોગીની મહત્વની જાહેરાત ,એક મહિનામાં UPTETની પરીક્ષા લેવાશે

ઉત્તર પ્રદેશમાં આજે (રવિવારે) એટલે કે 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (UPTET)નું પેપર લીક થયું હતુ. જેના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા રદ કરી છે. મૂળભૂત શિક્ષણ વિભાગના નિયામક સર્વેન્દ્ર વિક્રમ સિંહે કહ્યું કે પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.લીક મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

દેવરિયા જિલ્લાના ભાટપરરાની વિસ્તારમાં આવેલી રઘુરાજ પ્રતાપ સિંહ ઇન્ટરમીડિયેટ કોલેજમાં પ્રતિમા અને વિકાસ યોજનાઓના શિલાન્યાસ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું કે TET પેપર લીક કરનારા લોકોના ઘર પર બુલડોઝર દોડશે. તમામ લોકો સામે ગેંગસ્ટર કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ફરાર છે તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત  તેમણે  કહ્યું કે TET પરીક્ષા એક મહિનામાં લેવામાં આવશે. ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. ઉમેદવારો તેમનું એડમિટ કાર્ડ બતાવીને રોડવેઝ બસમાં મુસાફરી કરી શકે છે. આ માટે રોડવેઝને સૂચના આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા કસોટી 2021 (UPTET) આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં 2554 કેન્દ્રો પર યોજાવાની હતી. પ્રથમ પાળીની પરીક્ષા સવારે 10 થી 12:30 દરમિયાન યોજાવાની હતી. પ્રથમ પાળીમાં પ્રાથમિક કક્ષાની પરીક્ષામાં 1291628 ઉમેદવારો હતા. બીજી પાળીમાં ઉચ્ચ પ્રાથમિક કક્ષાની પરીક્ષા બપોરે 2.30 થી 5 દરમિયાન યોજાવાની હતી. જેમાં કુલ 873553 ઉમેદવારો હતા. પ્રથમ પાળી માટે 2554 અને બીજી શિફ્ટની પરીક્ષા માટે 1747 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.

માફિયાઓનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અગાઉની સરકારોમાં તેઓ સરપાસ્ટ હતા. આજે તેમની મિલકતો પર બુલડોઝર ચાલી રહ્યું છે, તો કેટલાક લોકોનું મનદુઃખ થઈ રહ્યું છે. તે

આ દરમિયાન મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ડબલ એન્જિનની સરકાર આજે દરેકનો વિકાસ કરી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન થયેલા કાર્યોની ગણતરી કરતાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 15.84 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. સૌના સહકારથી જ આ શક્ય બન્યું. તેમણે સૌને રસીકરણ કરાવવા અપીલ કરી હતી. અંતમાં 2022માં ભાટપરાણીમાં કમળ ખીલવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે આ વખતે 2017ની ડિફોલ્ટ વ્યાજ સાથે ચૂકવવી જોઈએ.