Not Set/ ઈમરજન્સી ૧૯૭૫ : અરુણ જેટલીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હિટલર સાથે કરી તુલના

નવી દિલ્હી, ૨૫ જૂન, ૧૯૭૫માં મધરાત્રિથી જ દેશભરમાં આઝાદી બાદ પ્રથમવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ત્યારે આ સમયગાળા દરમિયાન જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ આંદોલન કરી રહેલા નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા, એમાં વર્તમાન નાણા મંત્રી અરુણ જેટલી પણ હતા. સોમવારે આ કટોકટીને ૪૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અરુણ જેટલીએ આ સમયને યાદ કરતા પૂર્વ પ્રધાનમંત્રી […]

India Trending
cabinet meeting press conference b244da18 220a 11e8 925c 925443ac9dfa ઈમરજન્સી ૧૯૭૫ : અરુણ જેટલીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હિટલર સાથે કરી તુલના

નવી દિલ્હી,

૨૫ જૂન, ૧૯૭૫માં મધરાત્રિથી જ દેશભરમાં આઝાદી બાદ પ્રથમવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ત્યારે આ સમયગાળા દરમિયાન જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ આંદોલન કરી રહેલા નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા, એમાં વર્તમાન નાણા મંત્રી અરુણ જેટલી પણ હતા.

emergency lrg 1 2 ઈમરજન્સી ૧૯૭૫ : અરુણ જેટલીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હિટલર સાથે કરી તુલના

સોમવારે આ કટોકટીને ૪૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અરુણ જેટલીએ આ સમયને યાદ કરતા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તુલના જર્મનીના ક્રૂર તાનાશાહ હિટલર સાથે કરી છે.

કેન્દ્રીયમંત્રીએ સોમવારે ફેસબુક પર એક પોસ્ટમાં લખતા ઇન્દિરા ગાંધીની તુલના હિટલર સાથે કરી હતી. તેઓએ આ અંગે જણાવતા લખ્યું,

“બંનેએ બંધારણની આબરૂ કાઢી હતી. તેઓએ સામાન્ય લોકો માટે બનેલા બંધારણને તાનાશાહીના બંધારણમાં પ્રવર્તિત કર્યું હતું. હિટલરે પણ સંસદના વધુમાં વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરાવી હતી અને પોતાની લઘુમતીની સરકારને તેઓએ સંસદમાં ૨/૩ બહુમતીના રૂપમાં સાબિત કરી હતી”.

અરુણ જેટલીએ લખ્યું, “ઇન્દિરા ગાંધીએ પણ સંસદમાં વધુમાં વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરાવી હતી અને તેઓની અન-ઉપસ્થિતિમાં ૨/૩ બહુમતી સાબિત કરીને બંધારણમાં ઘણા સંશોધન કરાવી લીધા હતા. તેઓએ ૪૨માં સંશોધન દ્વારા હાઈકોર્ટના રિટ પીટીશન જાહેર કરવાનો અધિકાર અને આર્ટિકલ ૩૬૮માં ફેરફાર કર્યા હતા. ડો. ભીમરાવ આંબેડકર જ બંધારણના આત્મા હતા.

ઇન્દિરા ગાંધીએ કેટલીક એવા પણ ફેરફાર કર્યા હતા જે હિટલરે પણ ન કર્યા હતા. ઇન્દિરાએ સંસદીય કાર્યવાહીની મીડિયામાં પ્રકાશન પર પણ રોક લગાવી દીધી હતી. આ ઉપરાંત તેઓએ બંધારણ અને લોકપ્રતિનિધિત્વ કાયદામાં પણ ફેરફાર કરી દીધા હતા.

તેઓએ લોકપ્રતિનિધિત્વ કાયદાને પૂર્વ પ્રભાવી તરીકે સંશોધિત કરી દીધો હતો કારણ કે, ઇન્દિરાના ગેરકાયદાકીય ઇલેકશનને કાયદા હેઠળ યોગ્ય હેરવી શકાય. ઇન્દિરા ગાંધીએ હિટલરથી ઉપર જઈને ભારતને “વંશવાદી લોકતંત્ર” માં બદલ્યું હતું.

મહત્વનું છે કે, કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ કટોકટી અંગે “ઈમરજન્સી રિવિજિટેડ” ટાઈટલથી પોતાના ત્રણ ભાગોમાંથી એક ભાગ રવિવારે ફેસબુક પર લખ્યો હતો.