MANTAVYA Vishesh/ પહેલી એપ્રિલથી થશે મહત્વના ફેરફાર

પહેલી એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષનો (Financial Year) પ્રારંભ. નાણાકીય વર્ષ 2025-26નો પ્રારંભ થવાની સાથે બેન્કિંગ, ટેક્સ અને ડિજિટલ વ્યવહારોને (Digital Transactions) લગતા ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

Mantavya Vishesh

પહેલી એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષનો (Financial Year) પ્રારંભ. નાણાકીય વર્ષ 2025-26નો પ્રારંભ થવાની સાથે બેન્કિંગ, ટેક્સ અને ડિજિટલ વ્યવહારોને (Digital Transactions) લગતા ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. પહેલી તારીખથી અમલમાં આવતા આ વ્યવહારો એટીએમ (ATM), યુપીઆઈ (UPI) વ્યહારો, બચત ખાતાઓ (Savings), ક્રેડિટ કાર્ડ (Credit Card), કર નિયમો (Tax Rules) અને ડીમેટ (Demat) ખાતાઓમાંથી પૈસા ઉપાડવા સાથે સંબંધિત છે. તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.તેથી તેના અંગે જાણી લેવું જરૂરી છે.

ATMમાંથી રૂપિયા ઉપાડવા મોંઘા બનશે

રિઝર્વ બેન્કના (Reserve Bank) નવા નિયમો હેઠળ હવે કોઈપણ ગ્રાહક મહિનામાં ફક્ત ત્રણ જ વખત બીજી બેન્કના ATMમાંથી મફતમાં રૂપિયા ઉપાડી શકશે. તેના પછી દરેક વ્યવહાર પર 20થી 25 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. તેના લીધે વારંવાર રોકડ ઉપાડનારાઓની ટેવ હોય તો તેણે ચેતવું પડશે, જો તેણે ભૂલથી પણ વધારે રકમ ઉપાડી તો તેણે ચાર્જિસ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

બચતખાતામાં લઘુત્તમ બેલેન્સ

કોઈપણ ગ્રાહક જો તેના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ કે લઘુત્તમ બેલેન્સ (Minimum Balance) જાળવતો નથી તો બેન્ક તેના પર દંડ લાદી શકે છે. જુદી-જુદી બેન્કો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા જુદી-જુદી હશે. તેથી ગ્રાહકો માટે તેમની બેન્કની નવી નીતિ સમજવી અત્યંત મહત્વની રહેશે.

ચેક માટે અગાઉથી જણાવવું પડશે

તમે જો મોટો નાણાકીય વ્યવહાર ચેકથી (Cheque)કરતાં હોય તો તમારા માટે ધ્યાન રાખવા લાયક સૂચના છે. તમે જો બેન્કને 50 હજારથી વધારે રૂપિયાનો ચેક આપવાનો હોય તો પહેલા બેન્કને તેની જાણ કરવી પડશે. ચેક દ્વારા થતા વ્યવહારમાં થતાં ફ્રોડ અને છેતરપિંડીને અટકાવવા માટે આ નવો નિયમ પહેલી એપ્રિલથી અમલમાં આવનાર છે.

ડિજિટલ બેન્કિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધશે

બેન્કોમાં ડિજિટલ સુરક્ષા (Digital Security) વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial intelligence) નો ઉપયોગ સતત વધશે. તેમા હવે ટુ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન, બાયોમેટ્રિક વેરિફિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ચેટબોટ્સ દ્વારા બેન્કિંગ સેવાઓને વધારે સુરક્ષિત, સલામત અને સરળ બનાવવામાં આવશે.

ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટમાં ઘટાડો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને IDFC બેન્ક સહિત ઘણી બેન્કોએ તેમના ક્રેડિટ કાર્ડ (Credit Card)  રિવોર્ડ પોઇન્ટ્સ અને અન્ય લાભોમાં ઘટાડો કર્યો છે. સ્વિગી (Swiggy) અને વિસ્તારા ક્લબ (Vistara Club) જેવી સેવાઓ પરના રિવોર્ડ પોઇન્ટ (Reward Point) પણ ઘટાડવામાં આવ્યા છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતાં સતત થતાં ખર્ચમાં વધારો જોતાં સરકારે તેના પર ચેક પોઇન્ટ બેસાડવા માંડ્યા છે. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટમાં થયેલો ઘટાડો આ જ દિશામાં લેવાયેલું પગલું છે.

નિષ્ક્રીય UPI એકાઉન્ટ થશે બંધ

કોઈપણ ગ્રાહકે તેનું UPI એકાઉન્ટ લાંબા સમય સુધી નિષ્ક્રીય રાખ્યું હોય તો બેન્ક પાસે અધિકાર છે કે તેને તે બંધ કરે. આના પગલે વ્યક્તિના UPI વ્યવહાર પર પણ અસર પડી શકે છે. તેથીએ વ્યક્તિએ સમયાંતરે તેના UPI એકાઉન્ટનો ઉપયોગ કરતાં રહેવું જોઈએ, જેથી બેન્ક તેને બંધ કરી શકે. જો કે આને લઈને દરેક બેન્કે-બેન્કે તેની માર્ગદર્શિકાઓ જુદી-જુદી હોઈ શકે છે.

નવી કરપ્રણાલિ અમલમાં આવશે

હવેથી નવી કરપ્રણાલિ (New Tax Regime) ડિફોલ્ટ રહેશે. જો કોઈ ગ્રાહક જૂની કર પ્રણાલિ (80 સી મુક્તિ)નો લાભ મેળવવા માંગતો હોય તો તેણે અલગથી જ વિકલ્પ પસંદ કરવો પડશે. જો તમે ટેક્સ ભરતી વખતે જૂની સિસ્ટમ અંગે બતાવતા નથી તો તમે આપમેળે નવી સિસ્ટમમાં જતાં રહેશો. જો તમે 80સી હેઠળ છૂટ મેળવવા માંગો છો તો તમારે પહેલા 80 સીમાં રોકાણની યોજના બનાવવી પડશે.

પાન-આધાર લિંક નહીં હોય તો ડિવિડન્ડ નહીં મળે

આ સિવાય જે લોકોએ પાન સાથે આધાર લિંક કર્યું નથી તેમને ખાતામાં સીધું ડિવિડન્ડ નહીં મળે. તેની તારીખ બહુ સમય પહેલાં પૂરી થઈ ચૂકી છે. જો તમે પાન કાર્ડ સાથે આધાર લિંક કર્યું નથી તો ડિવિડન્ડ (Dividend) અને કેપિટેલ ગેઇનથી TDSની કપાતી રકમ વધી જશે. તેનાથી પણ ખરાબ સ્થિતિ એ હશે કે ફોર્મ-26 ASમાં કોઈ ક્રેડિટ નહીં મળે. તેના કારણે રિફંડમાં વધારે સમય લાગશે. આમ પાન જો આધાર સાથે લિંક નહીં હોય તો ડિવિડન્ડ મળવામાં તકલીફ પડશે.

ડીમેટ એકાઉન્ટ ખોલવાનો નિયમ વધુ આકરો થયો

મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) અને ડીમેટ (Demat) ખાતુ ખોલવાનો નિયમ વધુ આકરો બન્યો છે. સેબીએ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (Non Banking Financial Companies) માટે KYCના નવા નિયમ બનાવ્યા છે. બધા યુઝર્સે પોતાના KYC અને નોમિનીની જાણકારીને ફરીથી વેરિફાઈ કરવી પડશે. હવે જે લોકો આવું કરતાં નથી તેમના ખાતા સ્થગિત થઈ શકે છે. જો કે આ એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરી શકાય છે. આ ઉપરાંત નોમિનીની જાણકારી યોગ્ય ન હોય તો એકાઉન્ટના રિડેમ્પશનમાં પણ તકલીફ પડી શકે છે. તેથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ અપડેટેડ હોય તે સુનિશ્ચિત કરો.

રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ (LPG Gas Price) ની કિંમતોમાં ફેરફાર થાય છે. સરકારી કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસના ભાવની સમીક્ષા કરે છે. સરકારી ઓઇલ કંપનીઓ બજાર મુજબ સ્થાનિક અને કોમર્સિયલ સિલિન્ડરોની કિંમતમાં ફેરફાર કરે છે. તેનાથી સ્થાનિક ગ્રાહકો અને કારોબારો પર સીધી અસર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’