Not Set/ હોળી ધૂળેટીને લઈને મહત્વનો નિર્ણય, અમદાવાદની આ ક્લબોમાં આ વર્ષે પણ નહીં થાય ઉજવણી

અમદાવાદીઓ માટે હોળી ધૂળેટીને લઈને મોટો સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની ક્લબોમાં હોળી ધુળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. 

Top Stories Ahmedabad Gujarat
હોળી ધૂળેટીને
  • અમદાવાદના મોટા 3 ક્લબો નહીં યોજે રેઇન ડાન્સ
  • કર્ણાવતી, રાજપથ, YMCAમાં નહીં યોજાય રેઇન ડાન્સ
  • હોળી-ધૂળેટીના પર્વમાં નહીં યોજે રેઇન ડાન્સ
  • કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લેવાયો નિર્ણય
  • ક્લબના સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદીઓ માટે હોળી ધૂળેટીને લઈને મોટો સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની ક્લબોમાં હોળી ધુળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. જણાવીએ કે શહેરની કર્ણાવતી, રાજપથ, YMCAમાં રેઇન ડાન્સ યોજાશે નહીં. ગુજરાતમાં  હજુ કોરોના કેસ આવે છે અને સંપૂર્ણ કોરોના ગયો ન હોવાથી ક્લબ સંચાલકોએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

શહેરની સૌથી મોટી ક્લબ રાજપથ, કર્ણાવતી અને YMCA કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાના કેસ વધતા ક્લબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી. હાલ તો અમદાવાદની સૌથી મોટી  ક્લબોએ તહેવારની ઉજવણીને લઈને આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

આ પણ વાંચો :વડોદરામાં મહિલા ચોરની અટકાયત, પોલીસે મહિલાના CCTV ફૂટેજ કર્યા જાહેર

આ પણ વાંચો :ગીર પંથકમાં આગની ઘટના યથાવત, 50 વીઘાથી વધુ ઘંઉ બળીને રાખ

આ પણ વાંચો :RSSએ પણ સ્વીકાર્યું, દેશમાં બેરોજગારીનું સંકટ વધ્યું, સરકારને સૂચન કરતો ઠરાવ પસાર કર્યો