Not Set/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન આવાસ પર મહત્વની બેઠક,અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર

ભાજપે ગુજરાતને લઈને મહત્વની બેઠક યોજી છે. દિલ્હીમાં વડાપ્રધાનના આવાસ પર છેલ્લા 3 કલાકથી આ બેઠક ચાલી રહી છે

Top Stories Gujarat India

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈપણ દિવસે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે શુક્રવારે (14 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં ગુજરાતની ચૂંટણીને લઈને પણ જાહેરાત થઈ શકે છે. દરમિયાન ભાજપે ગુજરાતને લઈને મહત્વની બેઠક યોજી છે. દિલ્હીમાં વડાપ્રધાનના આવાસ પર છેલ્લા 3 કલાકથી આ બેઠક ચાલી રહી છે.

આ બેઠકમાં પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમના વડા સીઆર પાટીલ અને અન્ય નેતાઓ હાજર છે. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં નેતાઓએ ગુજરાતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શુક્રવારે હિમાચલની ચૂંટણીની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. કમિશન દ્વારા આ મહિનાના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે કહ્યું કે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.