Corona Update/ દેશમાં 24 કલાકમાં નવા કેસ 12,550 સામે 13,000 દર્દીઓ સાજા થયા

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે કોરોનાના કેસ માં 24 કલાક માં

Top Stories India
1

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે કોરોનાનાં કેસમાં 24 કલાકમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. નવા કેસોમાં 10,000 ની અંદર આંકડો હતો, જે વધીને 12,550 જોવા મળ્યા છે. પરંતુ તેમ છતાં નવા કેસોની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે એટલે કે 13,000 નોંધવામાં આવી છે.

delhi / દિલ્હી હિંસા મામલે કુલ 13 FIR, પંજાબના ગેંગસ્ટર લખાનું નામ ખુલ્યું

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનાં વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે સંખ્યામાં ઘટાડા સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો તેમાં આજે થોડી બ્રેક લાગી છે.

Gondal / ગોંડલમાં વિપક્ષના નેતા સહિત 6 કોર્પોરેટરો ભાજપનો કેસરીયો કર્યો ધારણ

દેશમાં હાલ 1.73 લાખ લોકો કોરોનાના એક્ટિવ કેસ છે. તેની વચ્ચે સાજા થયેલા દર્દીઓનો કુલ આંક 1.02 કરોડને પાર થયો છે. તે જોતાં આવનારા દિવસોમાં ભારતમાં સામાન્ય જીવન શક્ય બનશે તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં જે રીતે થઈ રહ્યું છે તે જોતા નજીકના સમયમાં ભારત કોરોના મુક્ત થાય તેવી આશા લોકોમાં જોવા મળી રહી છે.

farmers-protest / લાલ કિલ્લા પર નિશાન સાહિબનો ધ્વજ ફરકાવનાર દીપ સિદ્ધુને પોલીસે પાઠવ્યુ સમન્સ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…