Ahmedabad News/ અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા અન્ક્લોઝમેન્ટ નંબર મેળવવા લાંચ માંગતા એસીબીની જાળમાં ફસાયો

Ahmedabad Top Stories Gujarat

Ahmedabad News : અમદાવાદમાં 10 હજાર રૂપિયાની લાંચ લેતા CGST ઈન્સ્પેક્ટરની એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી તેમની માતાના નામે હાઉસ કિપીંગ એજન્સી ચલાવતા હતા. જેમાં તેમણે 2014 થી 2017 નો સર્વિસ ટેક્સ ન ભરતા સીજીએસટી વિભાગ દ્વારા ફરિયાદીની માતાનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. આથી ફરિયાદી અપીલમાં ગયા હતા.

જેમાં એન્ક્લોઝમેન્ટ નંબર મળ્યા બાદ એકાઉન્ટ અનફ્રીઝ અંગેની કાર્યવાહી થાય તેમ હતું. આથી ફરિયાદીએ એન્ક્લોઝમેન્ટ નંબર મેળવવા માટે આંબાવાડી સીજીએસટી ભવન ખાતે ફરજ બજાવતા સીજીએસટી ઈન્સ્પેક્ટર ઘનશ્યામ આર. ધોલપુરીયાએ એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માટે ફરિયાદી પાસે રૂ.10,000 ની લાંચ માંગી હતી. બીજીતરફ ફરિયાદી લાંચ ાપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓે ચાંદખેડામાં એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાળ બિછાવીને રૂ.10,000 ની લાંચ લેતા ઘનશ્યામ ધોલપુરીયાની રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી

આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ