Not Set/ અમદાવાદ-સુરતમાં મકાનનાં સ્લેબ ટુંટી પડયા, લોકોમાં વ્યાપ્યો ભયનો માહેલ

ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને પહેલા વરસાદમાં જ ગુજરાતનાં મહાનગરોની કામગીરીની પોલંપોલ સામે આવી ગઇ છે. મહાનગર તંત્રની આબરુનું ધોવાણ પહેલા વરસાદમાં જ થઇ જતા તંત્ર દ્રારા કરવામા આવતા મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે જાહેર હિતનાં કામોની સાથે સાથે ગુજરાતના બને મહાનગરોમાં મકાનનાં સ્લેબ ટુંટવાની ઘટનાઓ પણ સામે આવી છે. અમદાવાદ […]

Ahmedabad Gujarat Surat
pjimage 1 5 અમદાવાદ-સુરતમાં મકાનનાં સ્લેબ ટુંટી પડયા, લોકોમાં વ્યાપ્યો ભયનો માહેલ

ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને પહેલા વરસાદમાં જ ગુજરાતનાં મહાનગરોની કામગીરીની પોલંપોલ સામે આવી ગઇ છે. મહાનગર તંત્રની આબરુનું ધોવાણ પહેલા વરસાદમાં જ થઇ જતા તંત્ર દ્રારા કરવામા આવતા મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે જાહેર હિતનાં કામોની સાથે સાથે ગુજરાતના બને મહાનગરોમાં મકાનનાં સ્લેબ ટુંટવાની ઘટનાઓ પણ સામે આવી છે. અમદાવાદ અને સુરત શહેરમાં મકાનનોનાં સ્લેબ ઘરાશાય થઇ જતા સ્થાનીક લોકોમાં ફફડાટ જાવા મળી રહ્યો છે.

MAKAN2 અમદાવાદ-સુરતમાં મકાનનાં સ્લેબ ટુંટી પડયા, લોકોમાં વ્યાપ્યો ભયનો માહેલ

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા LIG આવાસનાં એક એકમનો સ્લેબનો ભાગ તૂટી પડ્યો છે. દુર્ઘટના પાછળ આવાસોની જર્જરીત હાલતમાં હોવાનું સ્થાનિકો દ્રારા રટણ કરવામા આવી રહ્યું છે. તો સાથે સાથે સ્થાનીકો દ્રારા અનેક વખત રજુઆત કરવા છતા તંત્ર દ્રારા કોઇ પગલા લેવામાં આવી નથી રહ્યા તેવી ફરિયાદ પણ ઉઠી રહી છે. ત્યારે ફરી સુરત તંત્રની બેદરકારી સામે આવી છે. ઘટના વહેલી સવારે બની હતી. ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના હાલ તો ટળી છે. પરંતુ 35 વર્ષ જુના જર્જરિત હાલતનાં આવાસનાં મકાનો મોટી ઘટનાને આમંત્રીત કરતા હોય તોવુ પ્રતિત થઇ રહ્યું છે. હાલ લોકો દ્વારા આવાસ ખાલી કરવામાં આવ્યું છે. પરંતુ ક્યા સુધી લોકોને ચોમાસામાં બહાર આસરો શોધવો તે પણ પ્રશ્ન છે.

MAKAN1 અમદાવાદ-સુરતમાં મકાનનાં સ્લેબ ટુંટી પડયા, લોકોમાં વ્યાપ્યો ભયનો માહેલ

જો વાત અમદાવાદની કરવામા આવે તો, મકાનનાં સ્લેબ ટુંટવા અને લોકોનાં શારિરીક તેમજ આર્થિક નુકશાનીનો સામનો કરવો પડ્યો હોય તેવી ઘટનાઓ નવી નથી. ઘણી વાખત તો લોકોનાં જીવ પર પણ વાત આવી ગઇ હોય તેવા દાખલા જોવામા આવ્યા જ છે. અને ફરી વાતમાં મુળ બાબત તંત્ર દ્રારા ફરિયાદો કરવા છતા આંખ આડે કાન કરવામા આવ્યા હોવાનું સામે આવે છે. ત્યારે આજે પણ અમદાવાદનાં ભરચક દિલ્હી ચકલા પાસે આવેલ એક મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. વરસાદના કારણે રસ્તા પર આવેલ મકાનનો સ્લેબ પડી જતા ત્યા વસતા બીજા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે તંત્ર તરફ થી એક મકાનનો સ્લેબ તૂટ્યા બાદ બાકીના સ્થાનિકોને મકાનો ખાલી કરવાની નોટીસ આપવામા આવી છે. પરંતુ મુળ પ્રશ્ન તો ત્યાજ જોવા મળી રહ્યો છે કે આ ચોમાસામાં લોકો ઘર વખરી લઇને જોય તો ક્યાં જોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.