Firing/ અમેરિકામાં પિકઅપ વાહનના ડ્રાઇવરે અંધાધૂંધ ગોળીબાર કરતા બે લોકોના મોત

ગ્લેશિયર નેશનલ પાર્કની સરહદે આવેલા  ગામમાં એક પિકઅપ વાહનના ડ્રાઇવરે એક પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા.

Top Stories World

ગ્લેશિયર નેશનલ પાર્કની સરહદે આવેલા  ગામમાં એક પિકઅપ વાહનના ડ્રાઇવરે એક પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા. આ કેસ મામલે અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું અને એક બાળકી ઘાયલ થઈ. તેમણે કહ્યું કે હુમલાખોરની ગોળીઓ ખતમ થયા બાદ છોકરાની કાકીએ હુમલાખોરને મારી નાખ્યો.

ઉત્તરપશ્ચિમ મોન્ટાનામાં હુમલામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ ડેવિડ સિઉ (39) તરીકે થઈ છે. ગ્લેશિયર કાઉન્ટી શેરિફ ઓફિસે મંગળવારે જણાવ્યું હતું કે હુમલાખોરની ઓળખ ડેરિક એમોસ મેડન (37) તરીકે થઈ છે.