Not Set/ એપ્રિલમાં 22% લોકો બેંકમાં નથી ભરી શક્યા હપ્તો

કોરોના મહામારીની બીજી લહેર સ્વાસ્થ્યની સાથે સાથે અર્થતંત્રને પણ ડામાડોળ કરી રહી છે. પ્રાઇવેટ અને સરકારી બેન્કોના આંતરિક રિપોર્ટ અનુસાર એપ્રિલમાં 22 ટકા લોકો તેનો માસિક હપ્તો ભરી શક્યા નથી. જો ગ્રાહકો બીજા બે હપ્તા નહીં ભરી શકે તો મોટી સંખ્યામાં દેવાની રકમ એનપીએ(નોન પ્રોફિટએસેટ)માં ચાલી જશે. બેંક અધિકારીઓનું કહેવું છે કે આ સમયમાં બેંક […]

Business
Untitled 90 એપ્રિલમાં 22% લોકો બેંકમાં નથી ભરી શક્યા હપ્તો

કોરોના મહામારીની બીજી લહેર સ્વાસ્થ્યની સાથે સાથે અર્થતંત્રને પણ ડામાડોળ કરી રહી છે. પ્રાઇવેટ અને સરકારી બેન્કોના આંતરિક રિપોર્ટ અનુસાર એપ્રિલમાં 22 ટકા લોકો તેનો માસિક હપ્તો ભરી શક્યા નથી. જો ગ્રાહકો બીજા બે હપ્તા નહીં ભરી શકે તો મોટી સંખ્યામાં દેવાની રકમ એનપીએ(નોન પ્રોફિટએસેટ)માં ચાલી જશે.

બેંક અધિકારીઓનું કહેવું છે કે આ સમયમાં બેંક સાડા ત્રણથી ચાર ટકાના માર્જિન ઉપર કામ કરી રહી છે. એવામાં ૨૦ થી ૨૨ ટકા કરજ ડૂબે તો વ્યાજ તો જશે જ સાથેસાથ છે મૂળ રકમને પણ નુકસાન થશે. બેલેન્સશીટ આખી બગડી જશે. રિઝર્વ બેન્કે થોડા દિવસ પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં સપ્ટેમ્બર2021  સુધી બેન્કોનો એનપીએ 13 ટકાને પાર કરી શકવાનો અહેવાલ હતો. જ્યારે અન્ય કેટલાક અહેવાલોમાં એનપીએ 18% પહોંચવાનો અંદાજ કરવામાં આવ્યો હતો.

આરબીઆઇ દ્વારા બે દિવસ પહેલાં જાહેર કરવામાં આવેલ મોરેટોરીયમ યોજનાનો લાભ દેવાધારકો અને વેપારીઓને મળશે જેમણે ગત વર્ષે તેનો લાભ લીધો ન હતો અને તેમનું કોઈ ડિફોલ્ટ પણ હોય નહીં. બેન્કિંગ નિયમો અનુસાર 90 દિવસ સુધી હપ્તો નહીં ચૂકવી શકનારનું દેવું નોન પ્રોફિટ એસેટ તરીકે જાહેર કરવામાં આવે છે. બેન્કોને દેવા વસૂલીમાં પણ અત્યારે મુશ્કેલ પડી રહી છે. કારણ કે કોરોનાની બીજી લહેરમાં બેંકના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ ગયા છે અને અનેક શહેરોમાં લોકડાઊનના કારણે લોન વિભાગનું કામ બંધ થઈ ગયું છે.