Not Set/ બેન્કની દેશ વ્યાપી હડતાળ, કરોડોની લેવડ દેવડ અટકશે

આજે દેશભરમાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) એ 10 મોટી સરકારી બેંકોને 4 મોટી બેંકોમાં મર્જ કરવાના વિરોધમાં 22 ઓક્ટોબરે દેશવ્યાપી બેંક હડતાલનનું એલાન કર્યું છે. જેને લઈને આજે મોટા ભાગનીબેંકો બંધ રહેશે. RBI અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બેન્કિંગ સેક્ટરમાં કરવામાં આવી રહેલા બદલાવનો કર્મચારીઓ […]

Business
બઁક સ્ટ્રાઇક બેન્કની દેશ વ્યાપી હડતાળ, કરોડોની લેવડ દેવડ અટકશે

આજે દેશભરમાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) એ 10 મોટી સરકારી બેંકોને 4 મોટી બેંકોમાં મર્જ કરવાના વિરોધમાં 22 ઓક્ટોબરે દેશવ્યાપી બેંક હડતાલનનું એલાન કર્યું છે. જેને લઈને આજે મોટા ભાગનીબેંકો બંધ રહેશે.

RBI અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બેન્કિંગ સેક્ટરમાં કરવામાં આવી રહેલા બદલાવનો કર્મચારીઓ અને બેંક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જેમાં બેન્ક મર્જરનો વિરોધ, બેન્કિંગ રીફોર્મનો વિરોધ, લૉન રિકવરી માટે કડક કાયદો બને, ડિફોલ્ટર્સ સામે કડક પગલાં લેવા, જુદા જુદા ચાર્જીસના નામે ગ્રાહકોને હેરાન ન કરવા, સર્વિસ ચાર્જમાં કરાયેલા વધારા પાછા લેવા, ડિપોટીઝ પર ઈન્ટ્રેસ્ટ રેટ વધારવામાં આવે તેવી માંગો કરવામાં આવશે. આ હડતાળની સૌથી મોટી અસર દિવાળી પર પડશે. હડતાળને પગલે રાજ્યની 10 બેંકોની 1230 શાખાઓમાં કરોડોની લેવડ દેવડ અટકશે.

કઈ કઈ  બેંક બંધ રહેશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેંક, આંધ્ર બ્રેન્ડ, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, સિન્ડીકેટ, ઓરિએન્ટેલ, યુનાઈટેડ, કોર્પોરેશન બેંક.

આ બેંકો ચાલુ  રહેશે

22 ઓક્ટોબરે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસિંડ બેન્ક, કોટક બેન્ક, યસ બેન્ક,  આઇડીએફસી  સહિતની પ્રાઇવેટ બેંકો ચાલુ રહેશે.

 

.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.