Not Set/ આતંકીઓએ સ્પેશલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ, SPO અને તેમની પત્ની – પુત્રીનું મોત

આ પહેલા રવિવારે જમ્મુ એરપોર્ટના એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટકથી ભરેલા ડ્રોન પડ્યા હતા, જેના કારણે 5 મિનિટના ગાળામાં બે વિસ્ફોટ થયા હતા, જેમાં એરફોર્સના બે જવાન પણ ઘાયલ થયા હતા.

Top Stories India
a 286 આતંકીઓએ સ્પેશલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ, SPO અને તેમની પત્ની - પુત્રીનું મોત

કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના પૂર્વ સ્પેશલ પોલીસ અધિકારી (SPO) ની ગોળી મારીને હત્યા કરી હતી. અવંતીપોરાના હરિપરીગામમાં એસપીઓ ફૈઝ અહેમદના ઘરમાં ઘુસી આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી હતી.

આ હુમલામાં અહેમદ, તેમની પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં અહેમદ અને તેમની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે.\

આ પણ વાંચો :ઓનલાઇન ક્લાસ દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો પોર્ન વીડિયો અને પછી…..

મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે કેટલાક શખ્સો હથીયાર લઈને ફૈઝ અહેમદના ઘરે બળજબરીથી પ્રવેશ કર્યો હતો. તેઓએ ફૈઝ અને તેમના પરિવાર પર ગોળીબાર કર્યો હતો. જેમાં ફૈઝનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમની પત્ની રાજા બેગમ અનંતનાગની હોસ્પિટલમાં મૃત્યુ  પામ્યા હતા. તેની પુત્રી રફિયાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ પણ વાંચો : સંસદીય સમિતિ સમક્ષ ફેસબુક, ગુગલના અધિકારીઓ હાજર રહેશે

ગત દિવસે પણ આતંકવાદી હુમલો થયો હતો

આ પહેલા રવિવારે જમ્મુ એરપોર્ટના એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટકથી ભરેલા ડ્રોન પડ્યા હતા, જેના કારણે 5 મિનિટના ગાળામાં બે વિસ્ફોટ થયા હતા, જેમાં એરફોર્સના બે જવાન પણ ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ, વાયુસેના અને અન્ય એજન્સીઓ આ હુમલાની તપાસ કરી રહી છે

આ પણ વાંચો :કોરોનાથી સાજા થયા બાદ 13 વર્ષના બાળકને થઇ ગંભીર બીમારી

આ પણ વાંચો :જમીન રેકોર્ડને આધાર સાથે લિંક કરાશે, દરેક પ્લોટનો યુનિક આઇડી નંબર હશે