Not Set/ જય શ્રી રામનાં નારા લગાવર ભાજપે વલણોમાં 100 નો આંકડો કર્યો પાર, સંબિત પાત્રા બોલ્યા- ગઇ પ્રશાંત કિશોરની નોકરી

આજે સવારથી દેશનાં પાચ રાજ્યોની ચૂંટણીઓ માટેની મતગણતરી ચાલી રહી છે. વળી પશ્ચિમ બંગાળમાં, મતદાનનાં આઠ તબક્કાઓ બાદ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે મતની ગણતરી ચાલી રહી છે.

Top Stories India
123 4 જય શ્રી રામનાં નારા લગાવર ભાજપે વલણોમાં 100 નો આંકડો કર્યો પાર, સંબિત પાત્રા બોલ્યા- ગઇ પ્રશાંત કિશોરની નોકરી

આજે સવારથી દેશનાં પાચ રાજ્યોની ચૂંટણીઓ માટેની મતગણતરી ચાલી રહી છે. વળી પશ્ચિમ બંગાળમાં, મતદાનનાં આઠ તબક્કાઓ બાદ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે મતની ગણતરી ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન જ ટીએમસી માટે વ્યૂહરચના કરી રહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, ભાજપ બંગાળમાં 100 નો આંકડો પણ પાર કરી શકશે નહીં. જો આપણે પ્રારંભિક વલણો જોઈએ તો 230 બેઠકોનો ટ્રેન્ડ સામે આવ્યો છે. તેમાંથી ટીએમસી 117 બેઠકો પર અને બીજેપી 109 બેઠકો પર આગળ દેખાઇ રહી છે. જો વલણો જીતમાં ફેરવાશે, તો ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનાં દાવા પર મોટો સવાલ ઉભો થશે. તેમણે કહ્યું હતું કે, જો ભાજપ 100 નો આંકડો પાર કરશે તો તેઓ તેમનું કામ છોડી દેશે. જેના પર હવે ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ કટાક્ષ કરતા કહ્યું છે કે, પ્રશાંત કિશોરની નોકરી ગઈ.

મત ગણતરી / પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે કાંટાની ટક્કર, પ્રારંભિક વલણોમાં બન્નેનું પલડુ સમાન

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસનાં મતદાન વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ઘણી વખત જાહેરમાં કહ્યુ છે કે, જો ભાજપની બેઠકો 100 નો આંકડો પાર કરી દેશે તો તેઓ તેમનું પદ છોડી દેશે. જ્યારે તેણે પહેલીવાર ટ્વિટર પર આ જાહેરાત કરી ત્યારે તેમના કેટલાક સહયોગીઓએ દાવો કર્યો હતો કે પીકે ટ્વિટર છોડવાની વાત કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરનાં સલાહકાર બનેલા પ્રશાંત કિશોરે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ચૂંટણી વ્યૂહરચનાકારની નોકરી છોડી દેશે. તેમણે કહ્યું હતું કે, જો ભાજપને 100 બેઠકો મળે, તો તેમના કામનો કોઈ ફાયદો નથી.

મત ગણતરી / બંગાળમાં કોને મળશે જીત અને કોને મળશે હાર, આજે છે પરિણામનો દિવસ

એક ન્યૂઝ ચેનલને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, “હું જે કાંઈ કરી રહ્યો છું, જેના કારણે તમે મારી સાથે વાત કરો છો, કોઇ વ્યૂહરચનાકાર કહે છે, કોઈક બીજું કંઈક બોલે છે, જે પણ હુ કામ કરી રહ્યો છું, જો ભાજપને અહીં 100 થી વધુ બેઠકો મળે તો કોઈ ફાયદો નથી.” ઉલ્લેખનીય છે કે, આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો છે, પરંતુ મતગણતરી ફક્ત 292 બેઠકો પર થઈ રહી છે. બે બેઠકો પર ઉમેદવારોનાં નિધન બાદ ચૂંટણી યોજાઈ ન હોતી. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું, જેમાં કુલ મતદારોની સંખ્યા 7,28,11,254 હતી. 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન થયું હતું. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ જય શ્રી રામનાં નારા લગાવ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભજવાયું ગીત ખૂબ જ પ્રખ્યાત થયુ હતું. જ્યારે ભાજપે સોનાર બંગાળ બનાવવાનું વચન આપ્યું હતું, ત્યારે તૃણમૂલે કહ્યું કે બંગાળને તેની પુત્રી જોઈએ છે. આપને જણાવી દઇએ કે, આ ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસનાં ઘણા દિગ્ગજ અને અન્ય નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

Untitled જય શ્રી રામનાં નારા લગાવર ભાજપે વલણોમાં 100 નો આંકડો કર્યો પાર, સંબિત પાત્રા બોલ્યા- ગઇ પ્રશાંત કિશોરની નોકરી