Not Set/ ભાવનગરમાં સંજય જોશીના પોસ્ટર લાગતા તંત્ર દોડતુ થયું, ‘નેતા નહિ ફકિર હૈ, ઇસ દેશ કી તકદીર હૈ’ લખ્યું હતું સૂત્ર

અમદાવાદઃ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે  ભાવનગરમાં સંજય જોષીના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. સંજય જોષીને પીએમ નરેન્દ્ર મોદીના કટર હરિફ માનવામાં આવે છે. મોદીએ તેમને સંગઠન મહામંત્રી પદેથી દૂર કરાવ્યા હતા. અને મોદીને કારણ તેમને ગુજારત છોડવું પડેલું. સંજય જોશીના સમર્થનમાં મંગળવારે રાતે ભાવનગરમાં પોસ્ટર લાગતા તંત્ર દોડતુ થઇ ગયું હતું. […]

Gujarat
IndusIndLogo 1 ભાવનગરમાં સંજય જોશીના પોસ્ટર લાગતા તંત્ર દોડતુ થયું, 'નેતા નહિ ફકિર હૈ, ઇસ દેશ કી તકદીર હૈ' લખ્યું હતું સૂત્ર

અમદાવાદઃ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે  ભાવનગરમાં સંજય જોષીના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. સંજય જોષીને પીએમ નરેન્દ્ર મોદીના કટર હરિફ માનવામાં આવે છે. મોદીએ તેમને સંગઠન મહામંત્રી પદેથી દૂર કરાવ્યા હતા. અને મોદીને કારણ તેમને ગુજારત છોડવું પડેલું.

સંજય જોશીના સમર્થનમાં મંગળવારે રાતે ભાવનગરમાં પોસ્ટર લાગતા તંત્ર દોડતુ થઇ ગયું હતું. પોસ્ટર પર સૂત્ર લખવામાં આવ્યું હતું કે, ‘નેતા નહિ ફકિર હૈ, ઇસ દેશ કી તકદીર હૈ’ અને કહો દિલ સે, સંજય જોશી ફિર સે’

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા ગુજરાતમાં સંજય જોશીનો તબદબો હતો. રાજ્યના સંગઠન મંત્રી તરીકે કાર્યરત હતા. પરંતુ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં એન્ટ્રી થતા  સંજય જોશીને ગુજરાત છોડવું પડ્યું હતું. ત્યારે સતત સાઇડ લાઇન રહ્યા છે.

સંજય જશી જેવા દેખાતા શખ્સની સેક્સ સીડી કાંડના વિવાદમાં પણ ફસાયા હતા. સંજય જોશી જેવી દેખાતા શખ્સની સીડી ફરતે થતા ખળભળાટ મચ્યો હતો. જો કે ત્યાર બાદ સીડીની તપાસ કરાતા તે નકલી હોવાનું સામે આવ્યું હતું.