Not Set/ બિહારમાં રાજનીતિ ગરમાઇ, પટનામાં લાલુ વિ. નીતીશનાં લાગ્યા પોસ્ટર

આ પોસ્ટરમાં બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનાં પંદર વર્ષ વિરુદ્ધ વર્તમાન મુખ્યમંત્રી નીતીશ કુમારનાં પંદર વર્ષનાં હિસાબ વિશે વાત કરવામાં આવી છે. જેમા લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમાર વચ્ચેની લડતની ચર્ચા હવે સામે આવી છે. બિહારની ચૂંટણી ફરીથી લાલુ વિ. નીતીશની થશે. આ પોસ્ટર બિહારની રાજધાની પટનાનાં આવકવેરા ચોકડી પર લગાવવામાં આવેલ છે, જેથી […]

Top Stories India
281199 enp3r7iucaabpav બિહારમાં રાજનીતિ ગરમાઇ, પટનામાં લાલુ વિ. નીતીશનાં લાગ્યા પોસ્ટર

આ પોસ્ટરમાં બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનાં પંદર વર્ષ વિરુદ્ધ વર્તમાન મુખ્યમંત્રી નીતીશ કુમારનાં પંદર વર્ષનાં હિસાબ વિશે વાત કરવામાં આવી છે. જેમા લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમાર વચ્ચેની લડતની ચર્ચા હવે સામે આવી છે. બિહારની ચૂંટણી ફરીથી લાલુ વિ. નીતીશની થશે.

આ પોસ્ટર બિહારની રાજધાની પટનાનાં આવકવેરા ચોકડી પર લગાવવામાં આવેલ છે, જેથી બિહારનાં વધુને વધુ લોકો તેને જોઈ શકે. આ પોસ્ટર મુજબ, તે સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે લડત પંદર વર્ષ વિ. પંદર વર્ષ થશે.

ઝારખંડમાં જે રીતે ભાજપ અને જેડીયુનો પરાજય થયો છે અને આરજેડી સમર્થિત ગઠબંધનની સરકાર બનાવવામાં આવી છે, તેનાથી આરજેડી કેમ્પમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે જેડીયુ શિબિરમાં ભાજપ અને જેડીયુ એ ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. જેની શરૂઆત જેડીયુ નેતા પ્રશાંત કિશોરે કરી છે. જ્યારે સીએમ નીતીશ કુમારે આ વાતનો ઇનકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.