Rajkot/ દેશમાં નવા કૃષિ બિલનો વિરોધ પુરજોશમાં, રાજકોટમાં કોંગી નેતાઓની અટકાયત

કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ કૃષિને લગતા નવા ૩ બીલ લાવ્યા છે અને તે તમામ બીલ સંસદમાં પસાર પણ કરાયા છે. પરંતુ આ બીલને લઈ દેશમાં વિપક્ષી પાર્ટીઓ તેમજ કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

Gujarat Rajkot
a 163 દેશમાં નવા કૃષિ બિલનો વિરોધ પુરજોશમાં, રાજકોટમાં કોંગી નેતાઓની અટકાયત

કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ કૃષિને લગતા નવા ૩ બીલ લાવ્યા છે અને તે તમામ બીલ સંસદમાં પસાર પણ કરાયા છે. પરંતુ આ બીલને લઈ દેશમાં વિપક્ષી પાર્ટીઓ તેમજ કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

બીજી તરફ કોંગ્રેસશાસિત રાજ્યોને બાદ કરતા ગુજરાતમાં પણ આ કૃષિ બીલને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તેઓ દ્વારા આ બીલને ખેડૂતો માટે વિરોધી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM મોદીની હાજરીમાં યોજાઈ એકતા પરેડ, કાર્યક્રમમાં CRPFની મહિલાકર્મીઓને આવ્યા ચક્કર

આ વચ્ચે નવા કૃષિ બિલના વિરોધમાં રાજકોટ શહેરમાં કોંગ્રેસના નેતાઓએ ધરણાં ધર્યા હતાં અને વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ આ સમયે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસની મંજૂરી વિના ધરણાં ધરતા પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ, પ્રિયંકાએ આ રીતે પાઠવી શ્રદ્ધાંજલિ